Not Set/ વાપી : બુટલેગરે પોલીસ ટીમ પર ચડાવી દીધી ગાડી, પીએસઆઇ ઘાયલ

વાપી શહેરમાં દારૂ ભરેલી એક કારને રોકી રહેલી પોલીસ ટીમ પર બુટલેગરે ગાડી ચડાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં પીએસઆઇ ગંભીર રીતે ઘાયલ થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. માહિતી મુજબ, વાપીના રેલવે ઓવરબ્રિજ પાસે આ ઘટના બની હતી. બૂટલેગરો કારમાં દારૂની હેરફેર કરી રહ્યા છે, એવી બાતમી પોલીસને મળી હતી. આ […]

Top Stories Gujarat Others
Vapi PSI 2 વાપી : બુટલેગરે પોલીસ ટીમ પર ચડાવી દીધી ગાડી, પીએસઆઇ ઘાયલ

વાપી શહેરમાં દારૂ ભરેલી એક કારને રોકી રહેલી પોલીસ ટીમ પર બુટલેગરે ગાડી ચડાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં પીએસઆઇ ગંભીર રીતે ઘાયલ થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Vapi PSI 1 e1538390740728 વાપી : બુટલેગરે પોલીસ ટીમ પર ચડાવી દીધી ગાડી, પીએસઆઇ ઘાયલ

માહિતી મુજબ, વાપીના રેલવે ઓવરબ્રિજ પાસે આ ઘટના બની હતી. બૂટલેગરો કારમાં દારૂની હેરફેર કરી રહ્યા છે, એવી બાતમી પોલીસને મળી હતી. આ ઘટનામાં એક બૂટલેગરની ધરપકડ કરી લેવામાં આવી છે, જયારે અન્ય બે ફરાર થઇ ગયા હતા.

પોલીસ ટીમ પર ગાડી ચડાવી દીધા બાદ ભાગી રહેલા બુટલેગરે અન્ય ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. આ દરમિયાન પોલીસે એક બૂટલેગરને પકડી પડ્યો હતો, જયારે અન્ય બે નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

Vapi PSI 3 e1538390778414 વાપી : બુટલેગરે પોલીસ ટીમ પર ચડાવી દીધી ગાડી, પીએસઆઇ ઘાયલ

આ ઘટનામાં પીએસઆઇ યુ. આર. ડામોર ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.