Not Set/ લોકશાહીનું ચીર હરણ: તડજોડની રાજનીતિમાં પ્રતિનિધિઓ ભૂલ્યા ભાન, મહિલા સભ્યના ફાટ્યા વસ્ત્રો

છોટાઉદેપુર છોટાઉદેપુર જીલ્લાની બોડેલી તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં લોકશાહીનું ચિરહરણ થતું જોવા મળ્યું. સત્તા માટે ખેંચતાણ થઈ અને આ ખેંચતાણમાં મહિલા સભ્યના વસ્ત્રો ફાટયા. ત્યારે સવાલ એ થાય છે કે ચૂંટાયા બાદ પ્રતિનિધિઓ અને રાજકીય પક્ષો સત્તા મેળવવા  માટે કોઈ પણ હદ વટાવી નિમ્ન કક્ષાની હરકત કરવામાં એક ક્ષણ પણ વિચારતા નથી. બોડેલી તાલુકા […]

Top Stories Gujarat Trending
kheda 1 11 લોકશાહીનું ચીર હરણ: તડજોડની રાજનીતિમાં પ્રતિનિધિઓ ભૂલ્યા ભાન, મહિલા સભ્યના ફાટ્યા વસ્ત્રો

છોટાઉદેપુર

છોટાઉદેપુર જીલ્લાની બોડેલી તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં લોકશાહીનું ચિરહરણ થતું જોવા મળ્યું. સત્તા માટે ખેંચતાણ થઈ અને આ ખેંચતાણમાં મહિલા સભ્યના વસ્ત્રો ફાટયા. ત્યારે સવાલ એ થાય છે કે ચૂંટાયા બાદ પ્રતિનિધિઓ અને રાજકીય પક્ષો સત્તા મેળવવા  માટે કોઈ પણ હદ વટાવી નિમ્ન કક્ષાની હરકત કરવામાં એક ક્ષણ પણ વિચારતા નથી.

બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પાસે સરખે સરખા 13-13 સભ્યો હોવાથી સત્તા માટે એક સભ્યને પોતાના પક્ષમાં લાવવા ચૂંટણી પહેલા રાજકીય પક્ષોએ ભારે ધમપછાડા કર્યા. મતદાનના દિવસે કોંગ્રેસની મહિલા સભ્ય વિનિતાબેન રાઠવાને ભાજપે તડજોડની રાજનીતિ કરી પોતાના પક્ષમાં કરી લીધા.

ચુંટણી સમયે સભાખંડમાં ભાજપના સભ્યો સાથે કોંગ્રેસની આ મહિલા સભ્ય આવવાના હોવાની કોંગ્રેસીઓને ખબર પડી અને મતદાન ખંડમા મહિલા સભ્ય પ્રવેશતા જ મહિલા સભ્ય વિનિતાબહેનને પોતાના પક્ષમાં લેવા માટે બન્ને પક્ષના પ્રતિનિધિઓએ વિનિતાબેનની ખેંચતાણ શરૂ કરી દીધી. ત્યાર બાદ  જે દ્રશ્યો સર્જાયા તેને જોતા ચોક્કસ કહી શકાય કે અહીં રીતસર લોકશાહીનું ચિરહરણ કરવામાં આવ્યું.

રાજકીય પક્ષનાં પ્રતિનિધિઓએ મહિલાની આબરુનો પણ ખ્યાલ નકર્યો અને એવી ખેંચાખેંચી કરી કે મહિલા સભ્યના વસ્ત્રો ફાટી ગયા. મતદાનનાં સભાખંડમાં ચુંટણી અધિકારી અને પોલીસ કાફલાની હાજરીમાં આ હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો, હદ તો ત્યારે થઈ જ્યારે મહિલા સભ્યની મરજી ના હોવા છતાં હાજર અધિકારીઓ અને પોલીસ તેને બચાવવા અસમર્થ હોય તેમ મહિલા પોતાના હાથ લાંબા કરી કરી મદદ માંગી રહી રહી.

જ્યારે કોંગ્રેસનાં મેન્ડેટ પરથી ચૂંટાયા બાદ આ  મહિલા સભ્યએ ભાજપ સાથે હાથ મિલાવી લીધો અને ચુંટણીમાં પોતાનો મત આપવા જ્યારે પોતાનો હાથ ઉંચો કરવાનો પ્રયત્ન કર્યો તો આસ પાસ બેઠેલી કોંગ્રેસની મહિલા સભ્યોએ તેમનો હાથ પકડીને નીચે કરી દીધો. સતત એક કલાક સુધી ચાલેલા આ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ પૂર્ણ થયેલ મતદાન પ્રક્રિયા બાદ કોંગ્રેસની મહિલા સભ્યનાં ટેકાથી ભાજપ સત્તા મેળવવામાં સફળ રહી.