- લતાજીના નિધન પર CM ભૂપેન્દ્ર પટેલે કર્યુ ટ્વીટ
- ભારતે પોતાનું અમુલ્ય રત્ન ગુમાવ્યુ: CM
- ભારતરત્ન લતા મંગેશકરનું નિધન
- 92 વર્ષની વયે થયું લતાજીનું નિધન
- બ્રિચકેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
ભારત રત્ન કોકીલકંઠ ધરાવતા લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનના સમાચાર સામે આવતા જ દેશમાં ગમગીન વાતાવરણ ફેલાઈ ગયું છે. તેઓ કોરોના બાદ ન્યુમોનિયાથી સંક્રમિત હતા. આથી, લતાદીદીને 8 જાન્યુઆરીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી દરેક લોકોને આંચકો લાગ્યો છે. ત્યારે આવામાં ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને લતાદીદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો :સુર મહારાણી લતા દીદીએ સુપરહીટ ગુજરાતી ગીતોને પણ સ્વર આપ્યો,દિકરી તો પારકી થાપણ કહેવાય….
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.. તેમને શોક વ્યક્ત કરતા લખ્યું છે દેશનો સૂર અનંતમાં વિલીન થયો છે. ભારતે પોતાનું સૌથી અમૂલ્ય રત્ન ગુમાવી દીધું છે. પ્રસિધ્ધ સૂરસામ્રજ્ઞી શ્રી લતાજીનું અવસાન આપણા સૌ માટે મોટી ખોટ છે.પરમાત્મા સદ્ગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના.
દેશનો સૂર અનંતમાં વિલીન..
ભારતે પોતાનું સૌથી અમૂલ્ય રત્ન ગુમાવી દીધું.
પ્રસિધ્ધ સૂરસામ્રજ્ઞી શ્રી @mangeshkarlata જી નું અવસાન આપણા સૌ માટે મોટી ખોટ છે.પરમાત્મા સદ્ગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના. pic.twitter.com/EBx9Hhc9zP— Bhupendra Patel (@Bhupendrapbjp) February 6, 2022
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યુ કે, સ્વર સામ્રાજ્ઞી લતા દીદીનાં દુખદ નિધનનાં સમાચારથી વ્યથિત છું. સંગીતનાં એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે પણ એમનાં ગીતો અને એમનો અવાજ સદાય અમર રહેશે. દુનિયાભરનાં એમનાં પ્રશંસકો અને પરિવારને આ દુખ સહન કરવાની શક્તિ અને એમના દિવંગત આત્માને શાંતિ પ્રાપ્ત થાય એવી પરમાત્માને પ્રાર્થના !
સ્વર સામ્રાજ્ઞી લતા દીદીનાં દુખદ નિધનનાં સમાચારથી વ્યથિત છું. સંગીતનાં એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે પણ એમનાં ગીતો અને એમનો અવાજ સદાય અમર રહેશે.
દુનિયાભરનાં એમનાં પ્રશંસકો અને પરિવારને આ દુખ સહન કરવાની શક્તિ અને એમના દિવંગત આત્માને શાંતિ પ્રાપ્ત થાય એવી પરમાત્માને પ્રાર્થના ! pic.twitter.com/ElKxIi3rDZ
— C R Paatil (@CRPaatil) February 6, 2022
આ પણ વાંચો :પંચમહાલના વેજલપુરમાં ફાયરિંગનો વીડિયો વાયરલ, ફૂલેકે ચઢેલા વરરાજાએ ચલાવી ગોળીઓ
લતા મંગેશકરને વર્ષ 2001માં ભારત સરકારે ‘ભારત રત્ન’થી સન્માનિત કર્યા હતાં. આ ઉપરાંત તેમને દાદાસાહેબ ફાળકે, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, મહારાષ્ટ્રભૂષણ, નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર સહિતના ઢગ્લાબંધ સન્માનો પ્રાપ્ત થયાં છે. સંગીત માટેની સાધના, લગન અને મહેનતથી વિશ્વભરના સંગીતના શ્રોતાઓ માટે આદર્શની સાથે પ્રેરણાના સ્ત્રોત બન્યા છે.
આ પણ વાંચો : હરણી રોડ પર સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર દરોડા, ગ્રાહક બની પહોંચી પોલીસ
આ પણ વાંચો :કિશન ભરવાડ હત્યા કેસમાં 3 આરોપીઓના વધુ 9 દિવસ રિમાન્ડ મંજૂર
આ પણ વાંચો :પાકિસ્તાન મરીનની નાપાક હરકત, બે બોટ અને 12 જેટલાં માછીમારોનું કર્યું અપહરણ
