Maha Kumbh 2025: પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યાં દેશ – વિદેશથી લાખો કરોડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ સ્નાન કરવા અને કલ્પવાસ કરવામાં માટે આવ્યા છે. દેશના નામચીન વ્યક્તિઓની સાથે વિદેશના લોકો પણ શાહી સ્નાન કરવા માટે આવતા હોય છે. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજ જશે. મહાકુંભમાં જઈને CM સ્નાન કરશે. 7 ફેબ્રુઆરીએ CM મહાકુંભમાં ભાગ લેશે.
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં હવે ગુજરાતના મુખ્યમંત્રી પણ હાજરી આપવાના છે. માહિતી પ્રમાણે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 7 ફેબ્રુઆરીએ યુપીના પ્રયાગરાજ પહોંચશે, જ્યાં તેઓ ગંગા ત્રિવેણી સંગમમાં મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે.
મહત્વનું છે કે, મહાકુંભ મેળાનો પ્રારંભ 13 જાન્યુઆરી, 2025 થી થયો છે, અને જેની સમાપ્તિ 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે થશે. ભારતમાં મહા કુંભમેળો દર 12 વર્ષે એકવાર યોજવામાં આવે છે. જે ભારતના ચાર પ્રાચીન શહેરો, હરિદ્વાર, નાસિક, પ્રયાગરાજ અને ઉજ્જૈનમાં આયોજિત થાય છે. આ સંગમના પવિત્ર પાણીમાં ડૂબકી લગાવવાનો અને પૂજા કરવાનો સૌથી મોટો અવસર છે. એવું માનવામાં આવે છે કે કુંભ મેળામાં સ્નાન કરવાથી પાપોથી મુક્તિ મળે છે.
આ પણ વાંચો:મહાકુંભની નાસભાગ, વેરવિખેર સામાન, રડતા પરિવારના સભ્યોના ફોટા, વિડીયો જોઈને હ્રદય કંપી ઉઠશે
આ પણ વાંચો:પ્રયાગરાજમાં મોડી રાત્રે સંગમ કિનારે નાસભાગ થતાં 14નાં મોત, સ્થિતિ નિયંત્રણમાં
