Not Set/ અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિરની અશ્લિલ ઓડિયો કલીપ મામલે કોંગ્રેસે કરી રાજીનામાંની માંગ

અંજાર, ગુજરાત સરકારના મંત્રી અને અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિરની અશ્લિલ ઓડિયો કલીપ પ્રકરણ મામલે આજે કોંગ્રેસે વિરોધ નોંધાવી મંત્રીના રાજીનામાંની માંગ કરી છે . રાજ્યમંત્રી વાસણભાઇ આહિરની પૂર્વ મહિલા નગરસેવક તથા ,તાલુકા પંચાયતના હોદ્દેદાર તેમજ અન્ય મહિલાઓ સાથેની 11 જેટલી અશ્લીલ ઓડિયો ક્લિપ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ હતી.જે સાંભળીને કચ્છની જનતા પણ સ્તબ્ધ થઈ ગઈ […]

Gujarat Others
modi 1 અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિરની અશ્લિલ ઓડિયો કલીપ મામલે કોંગ્રેસે કરી રાજીનામાંની માંગ

અંજાર,

ગુજરાત સરકારના મંત્રી અને અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિરની અશ્લિલ ઓડિયો કલીપ પ્રકરણ મામલે આજે કોંગ્રેસે વિરોધ નોંધાવી મંત્રીના રાજીનામાંની માંગ કરી છે .

રાજ્યમંત્રી વાસણભાઇ આહિરની પૂર્વ મહિલા નગરસેવક તથા ,તાલુકા પંચાયતના હોદ્દેદાર તેમજ અન્ય મહિલાઓ સાથેની 11 જેટલી અશ્લીલ ઓડિયો ક્લિપ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ હતી.જે સાંભળીને કચ્છની જનતા પણ સ્તબ્ધ થઈ ગઈ છે ત્યારે આ મામલે કોંગ્રેસે આજે વિરોધ નોંધાવ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી ને ઉદેશીને અંજાર મામલતદાર ને આવેદનપત્ર અપાયું છે જેમાં કોંગ્રેસે માંગ કરી છે કે, 11 જેટલી અશ્લીલ ઓડિયો ક્લિપની એફ.એસ.એલ તપાસ કરવામાં આવે, ઓડિયો ક્લિપમાં રાજ્યમંત્રી વાસણભાઇ આહિર અને ભાજપના મહિલા હોદ્દેદાર નું નામ ખુલ્યું છે ત્યારે તાત્કાલિક રાજીનામું લેવામાં આવે, આ પ્રકરણમાં જે જે ભાજપના આગેવાનો કાર્યકરો ના નામ ખુલ્યા છે તેઓને સસ્પેન્ડ કરવામાં આવે.જો કાર્યવાહી ના થાય તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.ભાજપના નેતાઓ દ્વારા મહિલાઓના શોષણથી ક્ચ્છ જિલ્લો કલંકિત બન્યો છે.તેવો આક્ષેપ કરાયો છે.