એક બાજુ સરકાર કપાસના ટેકાના ભાવે કપાસની ખરીદી કરી રહી છે.તો બીજી તરફ કપાસમાં ભાવમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. માર્કેટ યાર્ડમાં સિઝનના નવા કપાસની આવકો સાથે કપાસના ભાવમાં મંદીનો માહોલ જોવા મળતો હતો. ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો ન મળતાં ખેડૂતોમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો.
ખેડૂતોના રોષને લઈને સરકારને 20 કિલો કપાસના ભાવમાં રૂપિયા 854/- અને 100/-ના બોનસ સાથે માર્કેટ યાર્ડોમાંથી ખેડૂતોના કપાસની સરકારે ખરીદી શરૂ કરી હતી. પરંતુ માર્કેટ યાર્ડોમાં સિઝનના નવા કપાસની આવકોમાં વધારા સાથે બજારમાં કાચબા છાપ ચાલથી તેજીનો માહોલ જોવા મળ્યો હતો.
જેમને લઈને બજારમાં જ ખેડૂતોને સરકારના ટેકાના ભાવ કરતાં ઉંચા ભાવો મળતાં જોવા મળ્યાં હતાં. આ સાથે ખેડૂતો સરકારના ટેકાના ભાવે કપાસ વહેંવાને બદલે માર્કેટ યાર્ડમાં જ વહેંચતા થયા છે.
