Not Set/ દરિયામાં પાર્ટી માણતાં સુરતથી મુંબઇ પહોંચો, હઝીરા-મુંબઇ વચ્ચે ક્રૂઝ સર્વિસનો આરંભ

આજથી એટલે કે શુક્રવારથી રાજ્યમાં હજીરા પોર્ટ પરથી સુરત-મુંબઈ વચ્ચેની ક્રૂઝ સર્વિસ શરૂ થઈ રહી છે.હઝીરા પોર્ટ અને મુંબઇ(બાંદ્રા) વચ્ચેની કમર્શિયલ સર્વિસ 22 નવેમ્બરથી શરૂ થશે. આ ક્રૂઝ ફેરી સર્વિસ બાંદ્રા-વર્લી સીલિંકથી દર ગુરુવારે સાંજે 5 વાગ્યે નીકળશે અને હજીરા પોર્ટ પર શુક્રવારે સવારે 9 વાગ્યે પહોંચશે. આ જ જહાજ શુક્રવારે સાંજે 5 વાગ્યે હજીરાથી નીકળશે […]

Gujarat Surat
maya 10 દરિયામાં પાર્ટી માણતાં સુરતથી મુંબઇ પહોંચો, હઝીરા-મુંબઇ વચ્ચે ક્રૂઝ સર્વિસનો આરંભ

આજથી એટલે કે શુક્રવારથી રાજ્યમાં હજીરા પોર્ટ પરથી સુરત-મુંબઈ વચ્ચેની ક્રૂઝ સર્વિસ શરૂ થઈ રહી છે.હઝીરા પોર્ટ અને મુંબઇ(બાંદ્રા) વચ્ચેની કમર્શિયલ સર્વિસ 22 નવેમ્બરથી શરૂ થશે.

આ ક્રૂઝ ફેરી સર્વિસ બાંદ્રા-વર્લી સીલિંકથી દર ગુરુવારે સાંજે 5 વાગ્યે નીકળશે અને હજીરા પોર્ટ પર શુક્રવારે સવારે 9 વાગ્યે પહોંચશે. આ જ જહાજ શુક્રવારે સાંજે 5 વાગ્યે હજીરાથી નીકળશે અને શનિવારે સવારે 9 વાગ્યે બાંદ્રા-વર્લી સીલિંક પર પહોંચશે.

મુંબઈની SSR મરીન સર્વિસના મુખ્ય કાર્યકારી અધિકારી સંજીવ અગ્રવાલે કહ્યું, જહાજ મુંબઈથી નીકળી ગયું છે અને અમે સુરત-મુંબઈ વચ્ચે ફેરી સર્વિસ શુક્રવારથી શરૂ કરીશું.તેમણે કહ્યું કે, જહાજ હજીરામાં આવેલી પ્રાઈવેટ શિપિંગ કંપનીના પોર્ટ પર ઊભું રહેશે.

આ ફેરી સર્વિસમાં પેસેન્જર્સ રાત સુધી પાર્ટીનો આનંદ માણી શકશે. અમે બંને બંદર પરથી જહાજના ડિપાર્ચરનો સમય સાંજનો રાખ્યો છે જેથી લોકો આખી રાત મજા-મસ્તી કરીને આનંદ માણી શકે.જહાજમાં એક સાથે 250 પેસેન્જર્સ બેસી શકે તેટલી ક્ષમતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.