Dakor/ યાત્રાધામ ડાકોર મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર

ગુજરાતના પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે દિવાળી નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે તારીખ 10મી  થી 15મી સુધી આ સમય લાગુ પડશે. આસો સુદ એકાદશીથી બેસતા વર્ષ સુધી સવારે 6:30 કલાકે નિજ મંદિર ખુલ્લી 6:45 ના અરસામાં મંગળા આરતી થશે.

Gujarat Others Dharma & Bhakti
dakor યાત્રાધામ ડાકોર મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર

ગુજરાતના પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે દિવાળી નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે તારીખ 10મી  થી 15મી સુધી આ સમય લાગુ પડશે. આસો સુદ એકાદશીથી બેસતા વર્ષ સુધી સવારે 6:30 કલાકે નિજ મંદિર ખુલ્લી 6:45 ના અરસામાં મંગળા આરતી થશે.

6:45 થી 9:00વગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે ત્યારબાદ ઠાકોરજી ભોગ આરોગવા બિરાજમાન થશે.

9:30 થી11:15 સુધી દર્શન ખુલશે.

બપોરે 12 કલાકે ભગવાન રાજભોગ દર્શન બાદ પોઢી જશે.

બપોરે 3:34 કલાકે નિજ મંદિર ભક્તો ના દર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે.

બપોર 4:00 થી 5:20 , બપોરે 5:40 થી 6:30 પછી 7:15 ના સખડીભોગ લઈ પોઢી જશે.

તારીખ 14મીના રોજ હાટડી દર્શન થશે. ત્યારબાદ સાંજે 8:00 હાટડી દર્શન ખુલી સખડીભોગ  આરોગવા બિરાજશે.

તારીખ 15મીના રોજ બેસતું વર્ષ

પરંપરા મુજબ અન્નકૂટ ઉત્સવ ઉજવાશે.