Banaskantha/ અબોલા પશુ સાથે ક્રૂરતા, ગાયના સિંગડાને ટ્રેક્ટર સાથે બાંધી કર્યું આવું…,જુઓ વિડીયો

પાલનપુરના ગઢ ગામમાં બે યુવકો ગાયને દોરડા વડે ટ્રેક્ટરની પાછળ બાંધીને ખેંચતા જોવા મળ્યા હતા. ગાયને તડપતી જોઇને જીવ દયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

Gujarat Others
a 449 અબોલા પશુ સાથે ક્રૂરતા, ગાયના સિંગડાને ટ્રેક્ટર સાથે બાંધી કર્યું આવું...,જુઓ વિડીયો

સોશિયલ મીડિયા પર રોજે-રોજ કંઇકના કંઇક વાયરલ થતું રહે છે ત્યારે વધુ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જે ગુજરાતના બનાસકાંઠાનો છે.અહીં ક્રૂરતાની તમામ હદ પાર કરતા બે યુવકએ એક અબોલ પશુને ટ્રેક્ટર સાથે બાંધીને ખેંચતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. પાલનપુરના ગઢ ગામમાં બે યુવકો ગાયને દોરડા વડે ટ્રેક્ટરની પાછળ બાંધીને ખેંચતા જોવા મળ્યા હતા. ગાયને તડપતી જોઇને જીવ દયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજી તરફ પોલીસે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બે આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ આ વીડિયો મંગળવારનો છે. એક વ્યક્તિએ ગાયના સીંગડાને દોરડાથી ટ્રેક્ટરની પાછળ બાંધી દીધા હતા. જે બાદ તેણે ટ્રેક્ટર ચલાવ્યું અને ગાયને ખેંચીને લઈ ગયા હતા. તેનો વીડિયો વાયરલ થતાં ચારેબાજુ રોષ  ફેલાયો છે. ગાયએ ઉભા થવા માટે ઘણા પ્રયત્નો કર્યા અને ફરી તે જમીન પર પડી.

પોલીસે આરોપીની કરી ધરપકડ

પોલીસને ઘટનાની માહિતી મળતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ વીડિયો પાલનપુર તાલુકાના ગઢ ગામનો છે. પોલીસે ટ્રેક્ટર ચાલક જેસુગભાઇ રાજસંગભાઇ કરેન અને અમરતજી ભારજી ઠાકોરની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસે જાતે જ ફરિયાદી બની છે. બંને આરોપીઓ વિરુદ્ધ નિવારક ક્રૂરતાથી પ્રાણીઓ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો