Not Set/ સુરત પોલીસનો સપાટો,નશો કરતા 100 યુવકોને પકડ્યા

સુરત, સુરત શહેરમાં પોલીસે નશાખોરો સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે.પોલીસે સુરતના પીપલોદ, વેસુ, અડાજણ અને ઉમરા વિસ્તારમાં એકસાથે રેડ પાડી હતી. જેમાં નશાનું સેવન કરનારા 100 કરતા વધુ યુવાનોની અટકાયત કરવામાં આવી છે. પકડાયેલા આ યુવાનોમાંથી કેટલાકની પાસેથી ડ્રગ્સ પણ મળી આવ્યું છે. મળતી માહિતી મુજબ ગઈ કાલે રાત્રે જ તમામનો ટેસ્ટ […]

Top Stories Gujarat Surat
qas સુરત પોલીસનો સપાટો,નશો કરતા 100 યુવકોને પકડ્યા

સુરત,

સુરત શહેરમાં પોલીસે નશાખોરો સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે.પોલીસે સુરતના પીપલોદ, વેસુ, અડાજણ અને ઉમરા વિસ્તારમાં એકસાથે રેડ પાડી હતી. જેમાં નશાનું સેવન કરનારા 100 કરતા વધુ યુવાનોની અટકાયત કરવામાં આવી છે. પકડાયેલા આ યુવાનોમાંથી કેટલાકની પાસેથી ડ્રગ્સ પણ મળી આવ્યું છે.

મળતી માહિતી મુજબ ગઈ કાલે રાત્રે જ તમામનો ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સુરત પોલીસે બાતમીને આધારે આ કાર્યવાહી કરી છે.

સુરત પોલીસ દ્વારા અત્યંત ગુપ્ત રીતે આ ઓપરેશન કરવામાં આવ્યું છે. આ ઓપરેશનની માત્ર કેટલાક ઉચ્ચ અધિકારીઓને જ જાણ હતી. સાંજે પોલીસ કર્મચારીઓની વિવિધ ટીમો બનાવીને શહેર રેડ પાડી હતી અને આ દરમિયાન પોલીસને જુદા-જુદા વિસ્તારમાંથી મળીને કુલ 100થી વધુ યુવાનોને પકડી પાડ્યા હતા.

સુરત પોલીસની આ કાર્યવાહીથી સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ કમિશનર સતિશ શર્માના જણાવ્યા અનુસાર, ગઈ કાલે રાત્રે જ તમામનો ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે નિર્દોષ હશે તેમને છોડી દેવામાં આવશે. યુવકો નશો કરી રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી.

મળતી માહિતી અનુસાર, હજુ આગામી સમયમાં સુરત પોલીસ નશાખોરી વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરશે તેવી શક્યતાઓ છે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.