પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તેમની કોલેજના એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સરકાર પર પ્રહાર કર્યા હતાં અને અનેક મુદ્દે તેમણે વાત કરી હતી. તેમણે શિક્ષણ વ્યવસ્થા, ખેડૂતો, સિંહો ઉપર શાબ્દિક પ્રહાર કર્યા હતાં.

તેમણે કહ્યું કે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે. સરકાર ભાવિ પેઢી વિશે ચિંતા કરે. તેમણે એમ પણ કહ્યું કે શિક્ષણ પ્રધાન બનવા પણ કોઈ તૈયાર થતું નથી.
પૂર્વ મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, સિંહો મામલે સરકાર જવાબદાર છે, અને જો સરકાર સમયસર નહીં જાગે તો સિંહોને મધ્યપ્રદેશ ખસેડવાની વાતને પ્રોત્સાહન મળશે. સિંહો મામલે સરકાર તદ્દન આળસુ બની ગઈ છે.

પ્રધાનમંત્રી મોદીની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજના પર પ્રહાર કરતા બાપુએ જણાવ્યું કે, આયુષ્યમાન યોજના દેશનું મોટું હંબક છે. ખાનગી હોસ્પિટલો અને દવાખાનાને ખટાવવા માટેનું આ મોટું કૌભાંડ છે.
