Not Set/ વડોદરા : ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના આસિસ્ટન્ટ મેનેજર રહસ્યમય સંજોગોમાં ગુમ

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(એફસીઆઈ)ના આસિસ્ટન્ટ મેનેજર ની છત્તીસગઢ બદલી થતા 26 મી તારીખે ફરજ પર હાજર થવાનું હતું. તે અગાઉ તે રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ જતા ચકચાર મચી છે. પરિવારજનોએ સયાજીગંજ પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી છે. એફસીઆઈના વડોદરા યુનિટના આસિસ્ટન્ટ મેનેજર પવનકુમાર શર્માની છતીસગઢ ખાતે બદલી થઇ હતી. નોકરી પર હાજર થવાના […]

Top Stories Gujarat Vadodara
FCI Baroda વડોદરા : ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના આસિસ્ટન્ટ મેનેજર રહસ્યમય સંજોગોમાં ગુમ

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(એફસીઆઈ)ના આસિસ્ટન્ટ મેનેજર ની છત્તીસગઢ બદલી થતા 26 મી તારીખે ફરજ પર હાજર થવાનું હતું. તે અગાઉ તે રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ જતા ચકચાર મચી છે. પરિવારજનોએ સયાજીગંજ પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી છે.

FCI Baroda 2 e1540556460926 વડોદરા : ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના આસિસ્ટન્ટ મેનેજર રહસ્યમય સંજોગોમાં ગુમ

એફસીઆઈના વડોદરા યુનિટના આસિસ્ટન્ટ મેનેજર પવનકુમાર શર્માની છતીસગઢ ખાતે બદલી થઇ હતી. નોકરી પર હાજર થવાના 48 કલાક પહેલા એટલે કે 24 મીના રોજ થી જ તેઓ રહસ્યમય રીતે ગુમ થઇ જતા ચકચાર મચી છે. પવનકુમાર નજીકના વર્તુળો મુજબ તેમના પિતા બીમારીના કારણે મરણ પથારીએ છે. અને બીજી બાજુ પરિવારથી વધુ દુર થવાના કારણે ડીપ્રેશનમાં આવી જવાથી આ પગલું ભર્યું હોવાનું હોઈ શકે.

FCI Baroda 3 e1540556487886 વડોદરા : ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના આસિસ્ટન્ટ મેનેજર રહસ્યમય સંજોગોમાં ગુમ

પવનકુમાર પોતાનો મોબાઈલ રૂમ પર મુકીને ગયા છે. તેમનો સંપર્ક ન થતા તેમના મામા સીકર થી વડોદરા દોડી આવ્યા છે. અને સયાજીગંજ પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. પવન કુમાર 10 વર્ષથી વડોદરામાં નોકરી કરતા હતા 23 મીએ તેઓ રૂમ પાર્ટનર સાથે સુઈ ગયા હતા. પરંતુ બીજી સવારે તેઓ રૂમમાં મળી ન આવતા અને ફરજ પર પણ હાજર થયા ન હતા, તેથી તેઓ ગુમ થતા પોલીસ પણ વિવિધ થીયરી પર તપાસ કરી રહી છે.