રાજ્ય સરકારના આ માછીમાર હિતલક્ષી નિર્ણય બદલ આજે ગાંધીનગર ખાતે ગુજરાતના કેટલાક માછીમાર બોટ એસોસીએશનો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલનું અભિવાદન કરીને તેમનો આભાર માન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર ખાતે રાજ્યના મહાવીર માછીમાર સહકારી મંડળી,પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશન, અખીલ ગુજરાત માછીમાર મહામંડળ,ખારવા સમાજ માછીમાર બોટ એસોસીએશન, ગુજરાત પ્રદેશ માછીમાર સેલ, સીમા જાગરણ મંચ-સૌરાષ્ટ્ર પ્રાંત, સલાયા માછીમાર સહકારી મંડળી, ચોરવાડ સમસ્ત ખારવા જ્ઞાતિ,દક્ષિણ ગુજરાત બોટ ઓનર્સ વેલફેર એસોસીએશન,ધારાબંદર માછીમાર બોટ એસોસીએશન, માંગરોળ બંદર બોટ એસોસીએશન, સલાયા ફીશરમેન્સ એસોસીએશન,માંગરોળ ખારવા સમાજ, માછીમાર બોટ એસોસીએશન, બેટ દરીયાખેડુ ફીશીંગ બોટ ઓનર્સ એસોસીએશન તેમજ બેટ બાલાપર માછીમાર સહકારી મંડળીના હોદ્દેદારોએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો:વડોદરામાં લોનનાં ચક્રવ્યૂહમાં ફસાવી મહિલા પર ગુજાર્યું દુષ્કર્મ
આ પણ વાંચો:ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત્, બે વર્ષના બાળકનું થયું મોત
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ.ની મિશન થ્રી મિલિયન ટ્રી ઝુંબેશ શહેરનું ગ્રીન કવર વધારશે
