Not Set/ રાજ્યમાં અલગ-અલગ બે અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત

અમદાવાદ: રાજ્યમાં થયેલા બે અલગ અલગ અકસ્માતમાં કુલ પાંચનાં મોત નીપજ્યાં છે. જેમાં પાટણ-ડીસા હાઇવે પર વાગડોદ ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં ત્રણ વ્યક્તિનાં મોત થયાં છે. જયારે રાજકોટ-આટકોટ હાઇવે પર ગોંડલ ચોકડી પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઇકસવાર દંપતીનાં મોત નીપજ્યાં હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. પાટણ-ડીસા હાઇવે પર બે કાર અથડાતાં ત્રણનાં મોત […]

Top Stories Gujarat Rajkot Others Trending
Five people died in two separate accidents in state

અમદાવાદ: રાજ્યમાં થયેલા બે અલગ અલગ અકસ્માતમાં કુલ પાંચનાં મોત નીપજ્યાં છે. જેમાં પાટણ-ડીસા હાઇવે પર વાગડોદ ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં ત્રણ વ્યક્તિનાં મોત થયાં છે. જયારે રાજકોટ-આટકોટ હાઇવે પર ગોંડલ ચોકડી પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઇકસવાર દંપતીનાં મોત નીપજ્યાં હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.

પાટણ-ડીસા હાઇવે પર બે કાર અથડાતાં ત્રણનાં મોત

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પાટણ-ડીસા હાઇવે પર આવેલા વાગડોદ ગામ નજીક તવેરા અને મારુતિ કાર સામસામે ટકરાતાં સર્જાયેલા અકસ્માતમાં ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘવાતાં બે યુવાનોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન ધારપુર સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું.

આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ વિસનગરના ખરવડા ગામના ઠાકોર જીવણજી તેમના મિત્ર બળવંતજી વીરચંદજી ઠાકોર સાથે સરસ્વતીના અઘાર ગામના ઠાકોર બળવંતજી નાગજીભાઈને મળવા માટે તેમના ઘરે ગયા હતા. ત્યાર બાદ તેઓ કાર લઈને વદાણી ખાતે હોટલમાં ત્રણેય જણા જમવા માટે ગયા હતા. મિત્ર સાથે જમીને તેઓ ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે વાગડોદ નજીક સામેથી આવી રહેલ તવેરા સાથે તેમની કાર ધકાડાભેર અથડાઈ હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ત્રણેય જણાંને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં ઠાકોર બળવંતજી નાગજીભાઈ (અઘાર) અને ઠાકોર જીવણજી રણછોડજી (ખરવડા)નાં ઘટનાસ્થળ પર મોત નીપજ્યાં હતાં. જ્યારે ભરતજી વીરચંદજી ઠાકોરને ધારપુર ખસેડાતાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

આ અકસ્માત સર્જ્યા બાદ તવેરા કારનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાંની પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.

રાજકોટની ગોંડલ ચોકડી પાસે અકસ્માતમાં દંપતીના મોત

આ ઉપરાંત રાજકોટ-આટકોટ હાઇવે પર ગોંડલ ચોકડી પાસે ગઈ કાલે સાંજે અજાણ્યા વાહને બાઇકસવાર દંપતીને અડફેટે લેતાં તેમનાં ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જેમાં રાજકોટ એસટી કચેરીમાં ફરજ બજાવતા છગનભાઇ લઘુભાઈ સરિયા (કોળી) (રહે. લાખાવડ, તા. જસદણ)ની લાખાવડમાં પોતાની ખેતીવાડીની જમીન આવેલી છે. આથી છગનભાઇ અને તેમના પત્ની લાખાવડથી રાજકોટ બાઈક લઈને આવી રહ્યા હતા.

આ દરમિયાન તેઓ ગોંડલ ચોકડી પાસે પહોંચ્યા હતા, ત્યારે છગનભાઈની બાઈકને પાછળથી કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એવા છગનભાઈ અને તેમના પત્નીનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ અકસ્માતની જાણ થતાં આટકોટ પોલીસ મથકના પીએસઆઈ સહિતની ટીમે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ શરૂ કરી હતી.