Not Set/ ગુજરાત : વરઘોડા મામલે જીગ્નેશ મેવાણીએ વિજય રૂપાણી પર મુક્યો આક્ષેપ, દલિતનાં મિત્ર ન બની શક્યા CM

ગુજરાતમાં દલિત યુવકોનાં વરઘોડામાં તંગદિલી ભર્યા માહોલને લઈને વડગામ ઘારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીએ આકરી પ્રતિક્રિયા આપી છે અને સીએમ વિજય રૂપાણી પર સીધો આક્ષેપ કર્યો છે. અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સીએમ પર પ્રહાર કરતા કહ્યુ છે કે, વિજય રૂપાણી ક્યારે દલિત મિત્ર બન્યા નથી. સમગ્ર ઘટના પર સીએમ એક શબ્દ પણ ન બોલ્યાનો […]

Uncategorized
p46 NeMG ગુજરાત : વરઘોડા મામલે જીગ્નેશ મેવાણીએ વિજય રૂપાણી પર મુક્યો આક્ષેપ, દલિતનાં મિત્ર ન બની શક્યા CM

ગુજરાતમાં દલિત યુવકોનાં વરઘોડામાં તંગદિલી ભર્યા માહોલને લઈને વડગામ ઘારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીએ આકરી પ્રતિક્રિયા આપી છે અને સીએમ વિજય રૂપાણી પર સીધો આક્ષેપ કર્યો છે. અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સીએમ પર પ્રહાર કરતા કહ્યુ છે કે, વિજય રૂપાણી ક્યારે દલિત મિત્ર બન્યા નથી.

સમગ્ર ઘટના પર સીએમ એક શબ્દ પણ ન બોલ્યાનો આક્ષેપ મેવાણીએ લગાવ્યો છે. તેટલુ જ નહી મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ આક્ષેપ કરતા કહ્યુ છે કે, પીએમ મોદી અલવર કાંડ પર નિવેદનો કરે છે પરંતુ ગુજરાતમાં દલિતો સાથે બનાવને મુદ્દે એક અપીલ પણ કરતા નથી. આપને જણાવી દઇએ કે, છેલ્લા ઘણા સમયથી પીએમ મોદી અને બસપા સુપ્રિમો માયાવતી વચ્ચે અલવર કાંડને લઇને તુ તુ મેં મેં ચાલી રહ્યુ છે.

આગામી દિવસોમાં રૂપાણી સરકાર સામે રાજ્યનાં તમામ જિલ્લામાં ઉગ્ર આંદોલન કરવાની જિગ્નેશ મેવાણીએ ચીમકી ઉચ્ચારી છે. સાથે જ આગામી 18 મેં અને 22 મેં નાં રોજ જીગ્નેશ મેવાણી દલિતો સાથે એક સભા પણ કરશે.