Not Set/ બોલીવૂડ/ કાજોલે સૈફ અલી પર લગાવ્યો દગો કરવાનો આક્ષેપ, કેમ કરવી પડી પોસ્ટ ડીલીટ,વાંચો

બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ ટૂંક સમયમાં ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયરમાં જોવા મળશે, જેમાં તે 11 વર્ષ પછી પતિ અને અભિનેતા અજય દેવગન સાથે જોવા મળશે. આ સિવાય આ ફિલ્મમાં અભિનેતા સૈફ અલી ખાન પણ જોવા મળશે. ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ તેના પ્રમોશનમાં કોઈ કમી છોડવા નથી માંગતી. તાજેતરમાં જ કાજોલે સોશિયલ મીડિયા પર અજય દેવગન […]

Uncategorized
aamay 7 બોલીવૂડ/ કાજોલે સૈફ અલી પર લગાવ્યો દગો કરવાનો આક્ષેપ, કેમ કરવી પડી પોસ્ટ ડીલીટ,વાંચો

બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ ટૂંક સમયમાં ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયરમાં જોવા મળશે, જેમાં તે 11 વર્ષ પછી પતિ અને અભિનેતા અજય દેવગન સાથે જોવા મળશે. આ સિવાય આ ફિલ્મમાં અભિનેતા સૈફ અલી ખાન પણ જોવા મળશે. ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ તેના પ્રમોશનમાં કોઈ કમી છોડવા નથી માંગતી.

તાજેતરમાં જ કાજોલે સોશિયલ મીડિયા પર અજય દેવગન અને સૈફની એક તસવીર ટ્વિટર પર શેર કરી હતી, જેમાં સૈફ ક્લીન શેવમાં સનગ્લાસીસ પહેરેલો જોવા મળ્યો હતો, જ્યારે અજય દેવગન તેની સાથે સ્માઈલ કરતા જોવા મળ્યો હતો. આ ફોટાને ટ્વિટ કરતા કાજોલને લખ્યું છે કે ‘તમે  મને ઓમકારાના સમયે અને દગો આપ્યો અને હવે પ્રમોશન દરમિયાન પણ. હું આશા રાખું છું કે તમે સ્વીઝરલેન્ડમાં તમે આને વાંચી રહ્યા હશો. આ પોસ્ટ સાથે તેણે #Saifalikhan  ઉપયોગ કર્યો.

saf ajay બોલીવૂડ/ કાજોલે સૈફ અલી પર લગાવ્યો દગો કરવાનો આક્ષેપ, કેમ કરવી પડી પોસ્ટ ડીલીટ,વાંચો

આપને જણાવી દઈએ કે આ દિવસોમાં સૈફ સ્વિટ્ઝરલેન્ડમાં તેના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડીયામાં શેર કરતા રહે છે. હવે કાજોલે આ ફોટો પોસ્ટ કર્યા વિના ફિલ્મના પ્રમોશન પર નારાજગી વ્યક્ત કરી હતી. કાજોલનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું અને ચાહકો સતત તેના સવાલો પૂછવા લાગ્યા હતા, ત્યારબાદ અભિનેત્રીએ આ ટ્વીટ ડિલીટ કર્યું હતું.

 આપને જણાવી દઈએ કે તાનાજીમાં અજય દેવગન અને કાજોલ સિવાય પંકજ ત્રિપાઠી, જગપતિ બાબુ, નેહા શર્મા અને શરદ કેલકર. ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત છે, જે આવતા વર્ષે 10 જાન્યુઆરીએ રિલીઝ થશે. જેની સીધી ટક્કર દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક સાથે હશે. એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર બનેલી આ ફિલ્મનું દિગ્દર્શન મેઘન ગુલજાર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.