Not Set/ ગાંધીનગર દરોડા: સૌથી મોટું સર્ચ ઓપરેશન, અધિકારીઓના ડ્રોઅરમાંથી મળ્યા લાખો રૂપિયા

ગાંધીનગર, ગાંધીનગરમાં એસીબીની ટીમે સપાટો બોલાવી દીધો છે. ગુરુવારે એસીબી ટીમે ગુજરાત જમીન વિકાસ નીગમની કચેરીમાં રેડ પાડી ખળભળાટ મચાવી દીધો હતો. કચેરીમાં જઈને અધિકારીના ડ્રોઅરમાં તપાસ કરતા તેમાંથી લાખોની રોકડ મળી આવતા એસીબીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. મળતી માહિતી મુજબ આશરે 56 લાખ જેટલી રોકડ એસીબીએ જપ્ત કરી છે. મળી આવેલી રોકડ રકમનો […]

Top Stories Gujarat
WhatsApp Image 2018 04 12 at 4.35.38 PM ગાંધીનગર દરોડા: સૌથી મોટું સર્ચ ઓપરેશન, અધિકારીઓના ડ્રોઅરમાંથી મળ્યા લાખો રૂપિયા

ગાંધીનગર,

ગાંધીનગરમાં એસીબીની ટીમે સપાટો બોલાવી દીધો છે. ગુરુવારે એસીબી ટીમે ગુજરાત જમીન વિકાસ નીગમની કચેરીમાં રેડ પાડી ખળભળાટ મચાવી દીધો હતો. કચેરીમાં જઈને અધિકારીના ડ્રોઅરમાં તપાસ કરતા તેમાંથી લાખોની રોકડ મળી આવતા એસીબીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. મળતી માહિતી મુજબ આશરે 56 લાખ જેટલી રોકડ એસીબીએ જપ્ત કરી છે. મળી આવેલી રોકડ રકમનો ખરો આંકડો જાણવા માટે એસીબીએ મની કાઉન્ટિંગ મશીન મગાવવું પડ્યું હતું. એસીબીએ જે રકમ જપ્ત કરી છે તે પૈકી 40 લાખ તો માત્ર નિગમના જોઈન્ટ ડાયરેક્ટના ડ્રોઅરમાંથી જ મળી આવ્યા છે. આટલી મોટી રકમ સરકારી અધિકારીના ડ્રોઅરમાંથી મળી આવી હોય તેવી ઈતિહાસની પ્રથમ ઘટના છે. હાલ તો આ મામલે કચેરીમાં ફરજ બજાવતા અન્ય કર્મચારીઓ અધિકારીઓની પણ તપાસ કરવામાં આવી હતી. જેઓની પાસેથી અલગ અલગ રકમ 16 લાખ જેટલી રકમ મળી આવી હોવાનું બહાર આવ્યું છે.

આ દરોડામાં ક્લાસ વન અધિકારી કે.સી. પરમાર પર સકંજો કસવામાં આવ્યો છે. અધિકારી દ્વારા જમીનના કોઈ કેસમાં મોટા પાયે લાંચ માગવામાં આવી હોવાની એસીબીની આશંકા છે. દરોડા બાદ સ્થાનિક પોલીસને બોલાવીને જમીન વિકાસ નિગમની કચેરી તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. તેમજ કચેરીના તમામ ફોન પણ એસીબીના અધિકારી દ્વ્રારા કબ્જે લઈ લેવાયા હતા. તો ઘટના બાદ કચેરીના અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો.

એસીબના ડીવાયએસપી ડી.પી.ચુડાસમાએ જણાવ્યુકે, નિગમના અધિકારીઓ ગ્રાંટ આપવાના બદલામાં ચોક્કસ ટકાવારી લેતા હોવાની વ્યાપક ફરિયાદો મળી હતી. આ ફરિયાદોને આઘારે એસીબી દ્વારા વોચ ગોઠવી તપાસ કરવામાં આવી રહી હતી. આજે આ મામલે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ગાંધીનગરની ટીમ પણ જોડાઇ હતી. તો દરોડા અંગે માહિતી આપતા એસીબીના અધિકારીએ જણાવ્યું કે ગ્રાન્ટના જે નાણાં આવે છે, તેમાંથી લોકોને પૈસા આપવાના હોય છે અને તેમાંથી લાંચ લેવાની માહિતી ACBના અધિકારીઓને મળી હતી. તેના આધારે એલસીબીની મદદ સાથે આ દરોડા પાડવામાં આવ્યા.

રેડ દરમિયાન જે કર્મચારીઓહજાર હતા તો તમામની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન એસીબીની અકે ટીમ જોઈન્ટ ડાયરેક્ટ કે.સી પરમારના ચાંદખેડા નિવાસ્થાન ખાતે પણ તપાસ અર્થે દોડી ગઈ છે. આ સિવાય જે અધિકારીઓ પાસેથી રૂપિયા મળી આવ્યા છે તે લોકોના નિવાસસ્થાન પર પણ તપાસ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં નિગમના 6 થી 7 અધિકારીઓ પાસેથી 56 લાખ જેટલી રોકડ રકમ મળી આવી છે.