Not Set/ 8 દિવસમાં એન.એ.ની પ્રક્રિયા પૂર્ણ કરવાની મુખ્યમંત્રીએ કલેકટરોને આપી સૂચના

ગાંધીનગર, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ તાકીદ કરી છે કે ઓન લાઈન એન એ ની સંપુર્ણ પ્રક્રિયા 8 દિવસમાં પૂર્ણ કરી મંજૂરી આપી દેવાય તે આવશ્યક છે. પારદર્શી ઢબે ટેકનોલોજીનો વિનિયોગ કરી મહત્તમ 10 દિવસમાં આ કામગીરી કરવા તેમણે સૂચવ્યું હતું. મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેક્ટરો વચ્ચેઆ એન.એ ઓન લાઈન ઝડપી નિકાલની સ્પર્ધા થાય […]

Top Stories Gujarat

ગાંધીનગર,

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ તાકીદ કરી છે કે ઓન લાઈન એન એ ની સંપુર્ણ પ્રક્રિયા 8 દિવસમાં પૂર્ણ કરી મંજૂરી આપી દેવાય તે આવશ્યક છે. પારદર્શી ઢબે ટેકનોલોજીનો વિનિયોગ કરી મહત્તમ 10 દિવસમાં આ કામગીરી કરવા તેમણે સૂચવ્યું હતું.

મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેક્ટરો વચ્ચેઆ એન.એ ઓન લાઈન ઝડપી નિકાલની સ્પર્ધા થાય તેમજ પેન્ડન્સી લેવલ ઝડપથી નીચું આવે તેવું આહવાન પણ સીએમ ડેશ બોર્ડના માધ્યમથી સમીક્ષા કરતા જણાવ્યું હતું.

સીએમે  આવી પરવાનગી માટે ટાઈમ લિમિટની જે 90 દિવસની જૂની પુરાણી મર્યાદા  છે તે હવે ટેક્નોલોજીના ઉપયોગથી ઘટાડી ને માત્ર 8 થી 10 દિવસ કરવાપણ જિલ્લા તંત્ર વાહકોને સૂચના આપી હતી.

વિજય રૂપાણીએ કહ્યું કે, ઓન લાઈન એન.એનો ઐતિહાસિક નિર્ણય આ સરકારે કર્યો છે અને તે મહત્વપૂર્ણ રિવોલ્યુશન સમાન છે, ત્યારે સૌ કલેક્ટરો પ્રો એક્ટિવ બનીને  આખી આ સિસ્ટમને સ્મૂધ બનાવી  અરજીઓનું ઓછામાં ઓછું રિજેક્શન થાય તે તરફ ધ્યાન કેન્દ્રીત કરે.