Not Set/ સરકારે અનેક જાહેરાતોના ફટાકડાં ફોડ્યાં, ટોલ ટેક્સ માફ કર્યો, પાટીદારો પરના કેસો પાછા ખેંચાશે, દિવાળી બોનસની જાહેરાત કરાઇ

ગાંધીનગર, રાજ્યમાં ચૂંટણીની તારીખો જાહેર થવાની તૈયારીમાં છે ત્યારે રાજ્ય સરકાર તરફથી કેટલીક અગત્યની જાહેરાત કરવામાં આવી હતી. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આજે ચાર જેટલી અગત્યની જાહેરાતો કરી હતી. આ જાહેરાતોમાં, અમદાવાદમાં ઔડા રીંગ રોડ પર આવેલા ટોલ બુથ પર નાના ખાનગી વાહનો માટે ટોલ ટેક્સની માફી કરવામાં  આવી હતી. જો કે આ ટોલ ટેક્સ પર […]

Top Stories
nitin patel સરકારે અનેક જાહેરાતોના ફટાકડાં ફોડ્યાં, ટોલ ટેક્સ માફ કર્યો, પાટીદારો પરના કેસો પાછા ખેંચાશે, દિવાળી બોનસની જાહેરાત કરાઇ

ગાંધીનગર,

રાજ્યમાં ચૂંટણીની તારીખો જાહેર થવાની તૈયારીમાં છે ત્યારે રાજ્ય સરકાર તરફથી કેટલીક અગત્યની જાહેરાત કરવામાં આવી હતી. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આજે ચાર જેટલી અગત્યની જાહેરાતો કરી હતી. આ જાહેરાતોમાં,

  1. અમદાવાદમાં ઔડા રીંગ રોડ પર આવેલા ટોલ બુથ પર નાના ખાનગી વાહનો માટે ટોલ ટેક્સની માફી કરવામાં  આવી હતી. જો કે આ ટોલ ટેક્સ પર મોટા કમર્શિયલ વાહનો પાસેથી ટેક્સ લેવામાં આવશે.ટોલ ટેક્સ માફીનો અમલ આજથી અમલ થશે.

2. અનામત આંદોલન સમયે પાટીદારો પર કરવામાં આવેલા કેસો પરત ખેંચવાની કાર્યવાહી આવતા અઠવાડિયે શરૂ        કરાશે. પાટીદારો સામે કરેલાં 136 જેટલા પોલિસ કેસો ઝડપથી પાછા ખેંચાશે.અત્યાર સુધીમાં 235 જેટલા કેસો        પરત ખેંચાયા છે.રેલ્વેએ કરેલાં કેસો પાછા ખેંચવા પણ અપીલ કરવામાં આવી છે.

3. વીજળી કંપનીના 7,049 જેટલા કર્મચારીઓના ગ્રેડ મુજબ માસિક વેતનમાં વધારો કરાયો.

4. રાજ્ય સરકારના વર્ગ 4ના કર્મચારીઓને 3500 રૂપિયાનું દિવાળી બોનસ મળશે. પંચાયત અને બોર્ડમાં કામ કરતાં       35000 જેટલા કર્મચારીઓને બોનસ ચુકવાશે.

5. હંગામી સફાઇ કર્મચારીઓને કાયમી કરાશે. સફાઇ કામદારોના પરિવારોને રહેમરાહે નોકરી મળશે.

6. 8 મહાનગર પાલિકાના 169 કર્મચારીઓને કાયમી કરાશે.

7. રાજ્યમાં કોમન જીડીસીઆરનો અમલ શરૂ થશે, સોસાયટીના કોમન પ્લોટમાં થઇ શકશે બાંધકામ

8. રાજ્ય સરકારના મોંઘવારી ભથ્થામાં 1 ટકાનો વધારો કરાયો.