Not Set/ અમદાવાદ/ સગી દીકરીએ પિતા પર રેપનો આરોપ લગાવ્યો, 10 વર્ષ બાદ હાઇકોર્ટે નિર્દોષ છોડ્યો

રેપ જેવો ગુનો ભલે અત્યંત ઘૃણાસ્પદ હોય ક્યારેક એવું પણ બને છે કે છોકરીઓ પોતાના સ્વાર્થ માટે બળાત્કાર નો ઉપયોગ હથિયાર તરીકે કરતી હોય છે.આવા જ એક કિસ્સામાં અમદાવાદ શહેરમાં રહેતી યુવતીએ પોતાના સગા પિતા પર રેપની ફરીયાદ કરી હતી,જોકે હવે આ ફરિયાદમાં.પુરાવા નહિ મળતા હાઇકોર્ટે પિતાને નિર્દોષ છોડ્યો છે શહેરના અમરાઈવાડી વિસ્તારમાં 2009ની સાલમાં […]

Ahmedabad Gujarat
aaaaaaaaaaamaya 7 અમદાવાદ/ સગી દીકરીએ પિતા પર રેપનો આરોપ લગાવ્યો, 10 વર્ષ બાદ હાઇકોર્ટે નિર્દોષ છોડ્યો

રેપ જેવો ગુનો ભલે અત્યંત ઘૃણાસ્પદ હોય ક્યારેક એવું પણ બને છે કે છોકરીઓ પોતાના સ્વાર્થ માટે બળાત્કાર નો ઉપયોગ હથિયાર તરીકે કરતી હોય છે.આવા જ એક કિસ્સામાં અમદાવાદ શહેરમાં રહેતી યુવતીએ પોતાના સગા પિતા પર રેપની ફરીયાદ કરી હતી,જોકે હવે આ ફરિયાદમાં.પુરાવા નહિ મળતા હાઇકોર્ટે પિતાને નિર્દોષ છોડ્યો છે

શહેરના અમરાઈવાડી વિસ્તારમાં 2009ની સાલમાં 16 વર્ષની એક છોકરીએ પોતાના પિતાએ માતાની મદદથી તેના પર રેપ કર્યો હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. હવે 10 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ આ આરોપી પિતાને ગુજરાત હાઈકોર્ટે નિર્દોષ છોડ્યો છે. સેશન કોર્ટ દ્વારા આરોપીને ગુનેગાર જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારાઈ હતી અને તે પાછલા 10 વર્ષથી જેલની સજા કાપી રહ્યો હતો. છોકરી દ્વારા કરવામાં આવેલા રેપના આરોપને સાબિત કરવા માટે હાઈકોર્ટે પૂરાવા માગ્યા જે બાદ આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપ્યો.

હાઈકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે, છોકરીએ પોતાના બોયફ્રેન્ડના કહેવા પર પિતા વિરુદ્ધ રેપની આરોપ લગાવ્યો છે અને તેની જુબાની પર ભરોસો કરી શકાય તેમ નથી.

ઓક્ટોબર 2010માં ટ્રાયલ કોર્ટે આરોપી પિતાને IPCની કલમ 376 હેઠળ દોષી જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટમાં છોકરીએ જણાવ્યું કે તેની માતાને આ ગુના વિશે કોઈ જાણકારી નહોતી આથી તેને નિર્દોષ છોડી મૂકવામાં આવે. જોકે તેણે પિતાને આકરી સજા કરવાની માગ કરી હતી.

સુનાવણી દરમિયાન ટ્રાયલ કોર્ટે નોંધ્યું કે, છોકરીએ પોલીસને આપેલું નિવેદન અને કોર્ટમાં આપેલું નિવેદન અલગ છે તેમ છતાં તેના પિતાને રેપના આરોપમાં દોષી જાહેર કર્યા. જોકે પિતાએ આ ચૂકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો જેમાં ટ્રાયલ કોર્ટના ચૂકાદાને રદ કરાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.