ગોધરા,
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં તમામ સમાજ આગેવાનો અને ડોક્ટર એસોસિએશન દ્વારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલા આતંકવાદી હુમલામાં 44 જેટલા જવાનો શહીદ થયા અને કેટલાય જવાનો ગંભીર રીતે ઘવાયા છે જેને લઈને સમગ્ર દેશમાં આતંકવાદીઓ અને તેમને સહકાર પા આપતા પાડોશી દેશ પાકિસ્તાન સામે હત રોષ ફાટી નીકળ્યો છે ત્યારે તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી સરકારને અપીલ પણ કરવામાં આવી રહી ત્યારે દેશના દરેક પ્રાંતમાંથી 44 જેટલા વીર શહીદ જવાનોને તમે દેશવાસીઓ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે ત્યારે ગોધરા શહેરમાં પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આવી હતી .
ગોધરા શહેરના તમામ સમાજના આગેવાનો અને રહીશો તેમજ ડોકટર અને કેમિસ્ટ એસોસિએશનના લોકોએ શહેરમાં રેલી સ્વરૂપે કેન્ડલ માર્ચ યોજી ચર્ચ પાસે એકત્ર થઈને શહીદોની યાદમાં બે મિનિટ મૌન પાડયું હતું આ કેન્ડલ માર્ચમાં દરેક યુવાન,બાળકો સહિત હાથમાં મીણબત્તી લઈને શહીદો અમર રહો,પાકિસ્તાન મુરાબાદના આક્રોશ સાથે નારા લગાવીને શહેરમાં રેલી યોજી હતી.
આ કાર્યક્રમમાં શહેરમાં વસતા તમામ કોમના લોકોએ એક સાથે એક જુટ થઈને કાર્યક્રમમાં ભાગ લીધો હતો.આવનાર સમયમાં શહીદોના પરિવારોને અનેક રીતે સહાય કરવાની લાગણી દર્શાવી હતી
