Pride/ ડિસ્કવરી ચેનલના શો ‘MAN VS WILD’ના ગીરમાં શૂટિંગ માટે ગુજરાત સરકાર પાસે મંજૂરી માંગી

ડિસ્કવરી ચેનલના શો ‘MAN VS WILD’ના ગીરમાં શૂટિંગ માટે ગુજરાત સરકાર પાસે મંજૂરી માંગી

Gujarat Others Trending
rudrabhishek 4 ડિસ્કવરી ચેનલના શો ‘MAN VS WILD’ના ગીરમાં શૂટિંગ માટે ગુજરાત સરકાર પાસે મંજૂરી માંગી
  • ગીરમાં શૂટિંગ માટે ગુજરાત સરકાર પાસે મંજૂરી માગી
  • બેયર ગ્રીલ્સ અને અમિતાભ બચ્ચન કરશે શૂટિંગ
  • એશિયાટિક સિંહ સાથે સ્પેશ્યલ એપિસોડ શૂટ કરાશે
  • ગ્રીલ્સની ટીમે ગુજરાત સરકારનો કર્યો છે સંપર્ક
  • મંજૂરી બાદ ગીરમાં ખાસ એપિસોડનું કરાશે શૂટિંગ
  • બેયર ગ્રીલ્સ અગાઉ PM મોદી સાથે કરી ચૂક્યા છે શૂટિંગ
  • વર્ષ 2019માં જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં કર્યું હતું શૂટિંગ

ડિસ્કવરી ચેનલના ‘MAN VS WILD’નું ગીરમાં શૂટિંગ માટે ગુજરાત સરકાર પાસે મંજૂરી માગી છે. આ શો માં બેયર ગ્રીલ્સ અને અમિતાભ બચ્ચન સાથે શૂટિંગ કરશે. એશિયાટિક સિંહ સાથે સ્પેશ્યલ એપિસોડ શૂટ કરાશે. અંગે ગ્રીલ્સની ટીમે ગુજરાત સરકારનો સંપર્ક કર્યો  છે. મંજૂરી બાદ ગીરમાં ખાસ એપિસોડનું શૂટિંગ કરવામાં આવશે.

#Proud / બાહોશ મહિલા PSIની ગૌરવ ગાથા,પહેલા આગમાંથી લોકોના જીવ બચાવ્યા, હવે બેન્ક ફ્રોડ ઝડપી…

બેયર ગ્રીલ્સ અગાઉ PM મોદી સાથે વર્ષ 2019માં જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં શૂટિંગ કર્યું હતું. આ શોને ખુબ સરસ TRP મળી હતી. ત્યારબાદ ગ્રીલ્સે સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષયકુમાર સાથે કર્ણાટકના બાંદીપુર નેશનલ પાર્કમાં પણ શૂટિંગ કર્યું હતું. રજનીકાંત સાથે ગ્રીલ્સના એપિસોડનું 23 માર્ચ, 2020 અને અક્ષયકુમાર સાથેના એપિસોડનું 11 સપ્ટેમ્બર, 2020ના રોજ પ્રસારણ કરાયું હતું. આ બંને એપિસોડ ને પણ ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો. જેને પગલે હવે ગ્રીલ્સ વધુ એક ભારતમાં શુટિંગ કરવા જી રહ્યા છે. અને આ વખતે તેઓ પોતાનો  શો માટે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે કરશે.

જો ગુજરાત સરકારની મંજુરી મળી જશે તો ચોક્કસથી એકવાર અમિતાભ બચ્ચન અને ગ્રીલ્સ ગુજરાતના જંગલોમાં એશિયાટિક લાયન સાથે જોવા મળશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ