Not Set/ સરકારી શાળાના ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે હવે એક સરખાં પ્રશ્નપત્ર મળશે

અમદાવાદ: અમદાવાદ શહેર-જિલ્લાની ૧૫૦૦થી વધુ અને રાજ્યભરની ૧૫,૦૦૦થી વધુ સરકારી પ્રાથમિક શાળાના અંદાજે કુલ ૬૦ લાખથી વધુ ધો. ૩થી ધો. ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા હવેથી એક સમાન રહેશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ધો. ત્રણથી આઠમાં દરેક વિષયના પ્રશ્નપત્ર એક સમાન રાખવામાં આવશે. રાજ્ય સરકારના […]

Top Stories Ahmedabad Rajkot Gujarat Surat Vadodara Others
Government School's Students of standard 3 to 8 will now get an equivalent question paper

અમદાવાદ: અમદાવાદ શહેર-જિલ્લાની ૧૫૦૦થી વધુ અને રાજ્યભરની ૧૫,૦૦૦થી વધુ સરકારી પ્રાથમિક શાળાના અંદાજે કુલ ૬૦ લાખથી વધુ ધો. ૩થી ધો. ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા હવેથી એક સમાન રહેશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ધો. ત્રણથી આઠમાં દરેક વિષયના પ્રશ્નપત્ર એક સમાન રાખવામાં આવશે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં સરકારી શાળાઓમાં પરીક્ષાના સમયે તમામ વિદ્યાર્થીઓને એક સરખું પ્રશ્નપત્ર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણય અંતર્ગત જીસીઈઆરટી (ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) દ્વારા ધોરણ 3 થી 8 ના પ્રશ્નપત્રોને તૈયાર કરવામાં આવશે. આ પ્રશ્નપત્રોને રાજ્યભરની તમામ સરકારી શાળાઓમાં મોકલવામાં આવશે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ક્ષેત્રમાં અનેક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. જેના અંતર્ગત પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રમાં લેવાયેલા નિર્ણયો પૈકીનો એક મહત્વનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા લેવામાં આવ્યો છે.

આ નિર્ણય અંતર્ગત ધો.૩થી ધો.૮ના અભ્યાસક્રમના તમામ વિષયોના ગુજરાતી માધ્યમના પ્રશ્નપત્રો રાજ્ય કક્ષાએથી એક સરખી રીતે તૈયાર કરવામાં આવશે. આ પ્રશ્નપત્રોને જે તે જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ મારફત જે તે જિલ્લામાં વિતરણ કરવામાં આવશે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, ધો. ૩થી ૮ના તમામ વિષયોની બ્લૂ પ્રિન્ટ જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવશે તેથી ધો.૩થી ધો.૮ના ગુજરાતી માધ્યમના તમામ વિષયોના પ્રશ્નપત્રો એક સરખા ડ્રાફ્ટ કરવામાં આવશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ નિર્ણય ચાલુ શૈક્ષણિક વર્ષથી અમલી બનશે. જ્યારે અંગ્રેજી માધ્યમની અને રાજ્યની તમામ ખાનગી શાળાઓમાં પણ આ નિર્ણયને આગામી શૈક્ષણિક વર્ષથી ફરજિયાત પણે અમલી કરાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ધો. ૮ પછીનો અભ્યાસક્રમ એનસીઈઆરટીને આધારિત શરૂ કરવામાં આવ્યો છે. જેના કારણે ધો. ૯થી નીચેના તમામ વિદ્યાર્થીઓને તે મુજબનું પાયાનું શિક્ષણ આપીને તેમને તૈયાર કરવામાં આવશે.

અમદાવાદ શહેર-જિલ્લા સહિત રાજ્યભરમાં અંદાજે ૧૫,૦૦૦થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમાં ૬૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે ખાનગી શાળાઓમાં ધો. ૩થી ૮માં ૩૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ નિર્ણયને હાલ પૂરતો આ વર્ષ માટે ફક્ત ગુજરાતી માધ્યમ અને સરકારી પ્રાથમિક શાળાઓ માટે મર્યાદિત રાખવામાં આવ્યો છે.

શિક્ષણ વિભાગ દ્વારા ધો. પાંચથી આઠ સુધીના વિદ્યાર્થીઓને પરીક્ષામાં જવાબ લખવા માટે બોલપેનનો  ઉપયોગ કરી શકશે તેમ જણાવાયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પરીક્ષાઓ દરમિયાન ધો.૧ અને ૨ નું શિક્ષણ કાર્ય ચાલુ રહેશે.

વધુમાં જણાવાયું છે કે, ધો. ૬ થી ૮માં ભાષામાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃતનો સમાવેશ થાય છે. તેમાં ૧૦ માર્કના એમસીક્યુ રહેશે જ્યારે સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ ગણિત વિષયમાં ૧૬ માર્કના એમસીક્યુ પ્રકારના પ્રશ્નો હશે. જેના જવાબ અલગથી ઓએમઆર શીટમાં આપવાના રહેશે.