Not Set/ હિંમતનગર પાસે ત્રિપલ અકસ્માતમાં હાજીપુરના શિક્ષક દંપતીનું મોત

હિંમતનગર: હિંમતનગરના નવાનગર પાસે ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી. જેમાં બે ટ્રેલર અને એક કાર અથડાતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં હાજીપુર ગામના શિક્ષક દંપતીનું મોત નીપજ્યું હતું. આ ગમખ્વાર અકસ્માતની ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નવાગામ પાસે આજે રવિવારે ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં બે ટ્રેલર […]

Top Stories Gujarat Others Trending
Hajipura teacher couple dies in Himmatnagar Triple Accident

હિંમતનગર: હિંમતનગરના નવાનગર પાસે ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી. જેમાં બે ટ્રેલર અને એક કાર અથડાતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં હાજીપુર ગામના શિક્ષક દંપતીનું મોત નીપજ્યું હતું.

Hajipura teacher couple dies in Himmatnagar Triple Accident
mantavyanews.com

આ ગમખ્વાર અકસ્માતની ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નવાગામ પાસે આજે રવિવારે ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં બે ટ્રેલર અને એક કાર એક બીજા સાથે અથડાયા હતા. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે કારમાં સવાર બે વ્યક્તિના મોત નીપજ્યા હતા.

Hajipura teacher couple dies in Himmatnagar Triple Accident
mantavyanews.com

સૂત્રોના જણાવ્યા મુજબ કારમાં સવાર જે બે વ્યક્તિના મોત નીપજ્યા છે તે બંને વ્યક્તિ પતિ-પત્ની હતા અને તેઓ હિંમતનગર તાલુકાના હાજીપુર ગામે રહેતા હતા અને બંને શિક્ષક હતા. સૂત્રોના જણાવ્યા મુજબ હાજીપુર ગામે રહેતું આ શિક્ષક દંપતી રવિવારે સવારે કાર લઈને મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લોદરા ગામે જઈ રહ્યા હતા. ત્યારે નવાગામ નજીક બે ટ્રેલર ટ્રક સાથે તેમની કાર અથડાતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

Hajipura teacher couple dies in Himmatnagar Triple Accident
mantavyanews.com

આ અંગે સ્થાનિક પોલીસને  જાણ થતાં તુરંત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો બે ટ્રેલર ટ્રકની વચ્ચે આવી ગયેલી કારનો કડુસલો બોલી ગયો હતો. એટલું જ નહિ કારમાં સવાર શિક્ષક દંપતીના ઘટનાસ્થળ પર મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.