Not Set/ Video : હાર્દિક પટેલ અમદાવાદ પરત ફર્યો, ગાંધી જયંતીથી ફરી ઉતરશે ઉપવાસ પર

બેંગલુરૂના જિંદાલ નેચરક્યોર ખાતે સારવાર બાદ પાસ કન્વીનર હાર્દિક પટેલ આજે અમદાવાદ પરત ફર્યો હતો. ગાંધી જયંતીથી તે મોરબી જિલ્લાના બગથળા ગામથી ફરી પાટીદાર આંદોલન શરૂ કરવાનો છે. અમદાવાદ પરત ફરીને તેણે આંદોલનના આગામી તબક્કાની તૈયારીઓ આરંભી દીધી છે. તેણે ઓગસ્ટથી 19 દિવસના આમરણાંત ઉપવાસ કર્યા હતા, પરંતુ સરકારે કોઈ પ્રતિક્રિયા ન આપતાં સમાજની સંસ્થાઓએ પારણાં કરાવ્યા હતા. […]

Top Stories Gujarat

બેંગલુરૂના જિંદાલ નેચરક્યોર ખાતે સારવાર બાદ પાસ કન્વીનર હાર્દિક પટેલ આજે અમદાવાદ પરત ફર્યો હતો. ગાંધી જયંતીથી તે મોરબી જિલ્લાના બગથળા ગામથી ફરી પાટીદાર આંદોલન શરૂ કરવાનો છે.

અમદાવાદ પરત ફરીને તેણે આંદોલનના આગામી તબક્કાની તૈયારીઓ આરંભી દીધી છે. તેણે ઓગસ્ટથી 19 દિવસના આમરણાંત ઉપવાસ કર્યા હતા, પરંતુ સરકારે કોઈ પ્રતિક્રિયા ન આપતાં સમાજની સંસ્થાઓએ પારણાં કરાવ્યા હતા.

ગાંધી જયંતિથી રાજ્યના વિવિધ સ્થળોએ ફરીવાર પ્રતિક ઉપવાસ કરી આંદોલનનું શરૂ કરશે. હાર્દિક આ પ્રતિક ઉપવાસનો મોરબીના બગથળા ગામેથી પ્રારંભ કરશે.

જેમાં તેની મુખ્ય ત્રણ માંગો એવી પાટીદાર સમાજને અનામત, ખેડૂતોનું દેવું માફ અને અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની રહેશે.