નવી દિલ્લી,
GST કાઉન્સિલની 30મી બેઠક આજ થઇ ચુકી છે. આ મીટીંગમાં નાણા મંત્રી અરુણ જેટલી વિડીયો કોન્ફરન્સ મારફતે જોડાયા હતા. આ બેઠકમાં કેરળનાં પૂર સહિત ઘણાં મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. આ પહેલાં 4 ઓગસ્ટે GST કાઉન્સિલની 29મી મીટીંગ યોજાઈ હતી જેમાં ડીજીટલ પેમેન્ટને લઈને ઘણાં નિર્ણય લેવામાં આવ્યા હતા.
GST કાઉન્સિલની 30મી બેઠકમાં પૂર બાદ કેરળ રાજ્યને રાહત આપવાની વાત પર પણ ચર્ચા થઇ. એ માટે એક મંત્રીઓનું ગ્રુપ (GOM) બનાવાનું પણ નક્કી થયું છે. આ ગ્રુપ કેરળનાં પુનઃનિર્માણ માટે 10 % SGSTની અપીલ કરી શકે છે. આ સાથે જ મંત્રીઓનું આ ગ્રુપ ડીઝાસ્ટર સેસ સહિત અન્ય વિકલ્પો પર પણ વિચાર કરી રહી છે. GOM થોડાં અઠવાડિયામાં પોતાની રીપોર્ટ રજુ કરશે. આ ગ્રુપમાં સાલ મંત્રી પણ શામેલ થશે.
આ છે GST કાઉન્સિલ મીટીંગની અગત્યની વાતો
રાજ્યોનાં રેવેન્યુમાં ગેપ ઘટાડવા માટે રેવેન્યુ સેક્રેટરીએ રાજ્યોમાં જઈને રીવ્યુ કર્યું.
GST કાઉન્સિલ મીટીંગમાં રેવેન્યુ પોઝીશન પર ચર્ચા થઇ.
નોર્થ ઇસ્ટ રાજ્યોમાં કોઈ રેવેન્યુ શોર્ટ ફોલ નહી થાય.
ફાઈનાન્સ મીનીસ્ટર અરુણ જેટલીએ કહ્યું કે આજની મીટીંગમાં બે અગત્યનાં નિર્ણય લેવામાં આવ્યા.
બેઠકમાં કેરળ પુનઃનિર્માણ પર ચર્ચા થઇ.
નાણા મંત્રીએ કહ્યું કે બધાં રાજ્યો પાસે એસડીઆરએફ હોય છે.
કેરળ પોતાનું એસડીઆરએફ રાજ્યનાં પુનઃનિર્માણ માટે વાપરી શકે છે.
જયારે એનડીઆરએફનો વપરાશ ગૃહ મંત્રાલય પર નિર્ભર કરે છે.
કુદરતી આફતો માટે 7 મંત્રીઓનું એક ગ્રુપ બનાવામાં આવ્યું છે.
