Not Set/ હાર્દિક પટેલ બંધાશે લગ્નના તાંતણે, આ તારીકે પોતાની બાળપણની મિત્ર સાથે લેશે સાત ફેરા

અમદાવાદ, પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ હવે લગ્નના તાંતણે બંધાવા જઈ રહ્યા છે. ૨૭મી જાન્યુઆરીના રોજ તેઓ પોતાની બાળપણની મિત્ર કિંજલ પરીખ સાથે પ્રભુતામાં પગલા માંડશે. આ પહેલા વર્ષ ૨૦૧૬ના માર્ચ મહિનામાં હાર્દિક પટેલ અને કિંજલ પરીખની સગાઇ થઇ હતી અને ત્યારબાદ હવે તેઓ પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે. પાટીદાર નેતાના આ લગ્ન […]

Ahmedabad Top Stories Gujarat Trending
હાર્દિક પટેલ બંધાશે લગ્નના તાંતણે, આ તારીકે પોતાની બાળપણની મિત્ર સાથે લેશે સાત ફેરા

અમદાવાદ,

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ હવે લગ્નના તાંતણે બંધાવા જઈ રહ્યા છે. ૨૭મી જાન્યુઆરીના રોજ તેઓ પોતાની બાળપણની મિત્ર કિંજલ પરીખ સાથે પ્રભુતામાં પગલા માંડશે.

આ પહેલા વર્ષ ૨૦૧૬ના માર્ચ મહિનામાં હાર્દિક પટેલ અને કિંજલ પરીખની સગાઇ થઇ હતી અને ત્યારબાદ હવે તેઓ પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે.

hardik patel के लिए इमेज परिणाम

પાટીદાર નેતાના આ લગ્ન ૨૭મી જાન્યુઆરીએ તેઓની દિગસર ગામ ખાતે સ્થિત પોતાની કુળદેવી માતા મેલડીના મંદિરમાં યોજાશે અને ત્યારબાદ આ કપલ પોતાના વતન વિરમગામ ખાતે પહોચશે.

હાર્દિકના પિતા ભરત પટેલે જણાવ્યું હતું કે, “હાર્દિક અને કિંજલ બાળપણના મિત્રો છે અને અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા સ્થિત ચંદનનગરી ગામના વતની છે. અમે અને કિંજલના માતા પિતા બંનેના લગ્ન માટે સહમત થયા બાદ હવે ૨૭મી જાન્યુઆરીના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે”.

DxaP6W XcAE Zj7 હાર્દિક પટેલ બંધાશે લગ્નના તાંતણે, આ તારીકે પોતાની બાળપણની મિત્ર સાથે લેશે સાત ફેરા
gujarat-hardik-patel-set-to-marry-his-childhood-friend-on-january-27

કિંજલ પરીખની વાત કરવામાં આવે તો, તેઓએ મહેસાણા જિલ્લાના કડી તાલુકા સ્થિત કોલેજમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી છે અને હાલમાં તેઓ પાટનગર ગાંધીનગર ખાતે LLBનો અભ્યાસ કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, હાર્દિક પટેલના આ લગ્ન એકદમ સાદાઈથી કરવામાં આવશે, જેમાં માત્ર પરિવારના અંદાજે ૧૦૦ લોકો જ હાજર રહેવાના છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા હાર્દિક પટેલ પોતાની બહેનના લગ્નમાં કરાયેલા કરોડો રૂપિયાના ખર્ચના કારણે સોશિયલ મીડિયામાં ખુબ ટ્રોલ થયો હતો. વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા પણ આ મામલે પાટીદાર નેતા પર આકરા પ્રહારો કરાયા હતા.