Gujarat Rain News/ અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

અમદાવાદમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. ગુજરાતમાં હવામાન વિભાગે અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
YouTube Thumbnail 2024 06 30T134116.483 અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

Ahmedabad News: અમદાવાદમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. ગુજરાતમાં હવામાન વિભાગે અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. ત્યારે હવે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે. સુરતમાં તો મુશળધાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય જતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આજ રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે.

શનિવારે દિવસ દરમિયાન અમદાવાદમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. જેમાં દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 1 ઈંચ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 0.80 ઈંચ જ્યારે અન્યત્ર સરેરાશ અડધા ઇંચ જેટલા વરસાદનો સમાવેશ થાય છે. આ સાથે જ અમદાવાદ શહેરમાં અત્યારસુધી સરેરાશ સવા બે ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. છેલ્લા કલાકમાં વરસાદી પાણી ભરાવાની 15, ઝાડ પડયાની 6, રોડ સેટલમેન્ટની બે ફરિયાદ કન્ટ્રોલ રૂમને મળી હતી. 29 જૂનના સાંજે ચાર વાગ્યે વાસણા બેરેજ લેવલ 131.50 ફૂટ નોંધાયું હતું.

રાજ્યમાં સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 134 તાલુકામાં સામાન્યથી ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 5 ઈંચથી વધુ વરસાદ વરસતા આખો વિસ્તાર પાણીથી છલકાયો, જ્યારે બારડોલીમાં પણ 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વાપીમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો.

આજે બપોર સુધીમાં 94 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ વરસ્યો છે. જેમાં કુંકાવાવમાં 24 મિ.મી., અંકલેશ્વરમાં 24, નેત્રંગમાં 24, સુબિરમાં 24, ચીખલીમાં 24, વાલિયામાં 23, ડભોઇમાં 22, ડાંગમાં 22, ગઢડામાં 22, ઘોઘામાં 20, પાદરામાં 20, તળાજામાં 19, બાબરામાં 18, લાઠીમાં 17, હાલોલમાં 17, ઝગડિયામાં 17, ગોંડલમાં 15, પાલિતાણામાં 15, ચોર્યાસીમાં 15, કુકરમુંડામાં 15, મોરબીમાં 15 મિ.મી.વરસાદ વરસ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું તમે સિંહા પરિવારની વહુ જોઈ છે? સોનાક્ષીની ભાભીને જોતા જ રહી જશો

 આ પણ વાંચો:કરોડોની કમાણી કરનાર અભિનેત્રી સોનાક્ષી સિંહાએ કેમ લગ્નમાં 44 વર્ષ જૂની સાડી પહેરી

 આ પણ વાંચો:Civil Marriage: શું હોય છે સિવિલ મેરેજ? સોનાક્ષીએ હાલમાં જ ઝહીર સાથે લગ્ન કર્યા…