Ahmedabad News/ ગુજરાત હાઈકોર્ટે મનોદિવ્યાંગ સગીરાને મેડિકલ રિપોર્ટ્સના આધારે આપી ગર્ભપાતની મંજૂરી

હાઈકોર્ટે પીડિતાના મેડિકલ રિપોર્ટ્સના આધારને ધ્યાને લઈ કહ્યું કે, સગીરાના ગર્ભપાતમાં બ્લીડિંગ અને ઈન્ફેક્શનનું જોખમ રહેલું હોવાથી માનસિક તકલીફો પણ…………

Top Stories Gujarat

Ahmedabad News:ગુજરાત હાઈકોર્ટે તાપીની 15 વર્ષ અને 9 મહિનાની માનસિક દિવ્યાંગ સગીરાને 27 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપી છે.

હાઈકોર્ટે પીડિતાના મેડિકલ રિપોર્ટ્સના આધારને ધ્યાને લઈ કહ્યું કે, સગીરાના ગર્ભપાતમાં બ્લીડિંગ અને ઈન્ફેક્શનનું જોખમ રહેલું હોવાથી માનસિક તકલીફો પણ છે. સ્મીમેર હોસ્પિટલને ઓપરેશન દરમિયાન લોહીની જરૂર પડે તો અગાઉથી વ્યવસ્થા કરવા પૂરતી સુરક્ષા સાથે ગર્ભપાત કરવા હુકમ આપ્યો છે. આ પુરાવા એફએસએલમાં મોકલવા હુકમ કર્યો છે.

સગીરાને મેડિકલ ખર્ચમાં સરકારી યોજનાનો લાભ અપાવવા ગુજરાત હાઈકોર્ટે હોસ્પિટલ સત્તાવાળાઓને હુકમ કર્યો છે. સગીરાના પિતાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી કે તેમની પુત્રી માનસિક રીતે દિવ્યાંગ છે, જેથી તે સામાજીક, માનસિક અને શારીરિક રીતે સક્ષમ નહીં હોવાથી હાઈકોર્ટે તેના ગર્ભપાતને મંજૂરી આપવી જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં વિદ્યાર્થીઓને નમાજ પઢાવાતા ખળભળાટ, મહંત જ્યોતિર્નાથનું નિવેદન આવ્યુ સામે

આ પણ વાંચો: ચોમાસાની ઋતુમાં લાલબત્તી સમાન કિસ્સો! સાપ કરડવાથી 7 વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો: વલસાડમાં જોવા મળ્યા નદી-નાળાઓના તોફાની સ્વરૂપ

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં દુર્ઘટના, 3 મજૂરના મોત