Not Set/ ખાતરમાં પડ્યું “ખાતર”, ખેડૂતો માટે તો “ખાતરમાં દિવા” જેવો ક્યાસ, કરોડોનું રાજ્ય વ્યાપી કૌભાંડ આવ્યું સામે

ખેડૂતોની આવક બમણી કરવાનાં વચન સાથે સાત્તા પર આવેલી સરકારે, ખેડૂતોને પહેલો ઝટકો ખાતરમાં મળતી સબસીડીમાં 20 ટકાનો ઘટાળો કરવાનું કર્યું. સબસીડી કાપની સાથે સાથે ખાતર બનાવતી તમામ કંપની દ્રારા ખાતરનાં ભાવમાં વધારો નહી કરવામાં આવે તોવા આપવામાં આવેલા વચનને ગણતરીની કલાકોમાં ઉટાવી 30 ટકા જેટલો ભાવ વધારો જીકવામાં આવ્યા. જે ખાતર 2014માં પહેલું 800 […]

Top Stories Gujarat Others
trp 11 ખાતરમાં પડ્યું “ખાતર”, ખેડૂતો માટે તો “ખાતરમાં દિવા” જેવો ક્યાસ, કરોડોનું રાજ્ય વ્યાપી કૌભાંડ આવ્યું સામે

ખેડૂતોની આવક બમણી કરવાનાં વચન સાથે સાત્તા પર આવેલી સરકારે, ખેડૂતોને પહેલો ઝટકો ખાતરમાં મળતી સબસીડીમાં 20 ટકાનો ઘટાળો કરવાનું કર્યું. સબસીડી કાપની સાથે સાથે ખાતર બનાવતી તમામ કંપની દ્રારા ખાતરનાં ભાવમાં વધારો નહી કરવામાં આવે તોવા આપવામાં આવેલા વચનને ગણતરીની કલાકોમાં ઉટાવી 30 ટકા જેટલો ભાવ વધારો જીકવામાં આવ્યા. જે ખાતર 2014માં પહેલું 800 માં મળતું હતું તેને 1400 પર પહોંચાડ્યું. એક તરફ જ્યારે ગુજરાતનાં 50000 કરતા વધારે ગામડાઓમાં ઓછા વરસાદથી પાક નિષ્ફળ ગયેલો છે. અને ખેડૂતોની હાલત દયાનિય છે ત્યારે પેટ પર પાટા બાંધીને ખેડૂત આવતી સીઝનમાં સૈવ સારા વાના થઇ જશેની આશા સાથે આગામી ચોમાસું પાકની તૈયારીમાં લાગી ગયો છે. ખેતર ખેડાયા અને સમય આવ્યો ખતર રોપવાનો. સામાન્ય રીતે દરેક ખેડૂત એકર દીઠ લગભગ 14થી 20 હજાર સુધીનું ખાતર રોપતો હોય છે. પરંતુ ખાતર રોપવા જતા ખેડૂતોને ખાતર પર દિવા જેવો ક્યાસ જોવા મળ્યો છે. જી હા એક મસમોટું ખાતર કૌભાંડ સામે આવી ગયું આવ્યું છે.

trp 12 ખાતરમાં પડ્યું “ખાતર”, ખેડૂતો માટે તો “ખાતરમાં દિવા” જેવો ક્યાસ, કરોડોનું રાજ્ય વ્યાપી કૌભાંડ આવ્યું સામે

જી હા ફરી કૌભાંડ, મગફળી કૌભાંડ અને તુવેર કૌભાંડની શાહી હજીતો સુકાઇ પણ  નથી. ત્યાં તો હવે જેતપુર અને રાજકોટ GSFCનાં DAP ખાતર ડેપોમાં ખાતર કૌભાંડે જન્મ લીધો છે. હેરત પમાળતી વાતતો એ છે કે જેતપૂરમાં જન્મેલું ખાતર કૌભાંડ કલાકોમાં તો રાજ્યભારમાં વ્યાપેલું હોવાનાં સમાચરો સાથે પુખ્ત વયનું થઇ ગયું છે. અબજોની છેતરપંડીમાં “ટીપે ટીપે સરોવર ભરાય”ની નીતિ સાથે 50 કિલોની ખાતરથી બેગમાં સરેરાસ લગભદ 400 ગ્રામ ઓછા વજનનું ખાતર પધરાવવામાં આવે છે. આપણે જણાવી દઈએ કે જેતપૂરમાંથી ખેડૂત દ્રારા 50 કિલોની ખાતરની બેગને વજન કાંટા પર વજન કરવામાં આવતા તેમાં 49.730 ગ્રામ વજન બતાવ્યું હતું. તો કેટલીક બોરીઓમાં તો 500 ગ્રામથી લઇને 1 કિલો 500 ગ્રામ ખાતર ઓછું હોવાનું સામે આવ્યું છે. જેતપૂર બાદ રાજકોટમાં ખાતરની બેગો ચેક કરવામાં આવતા ત્યાં તો 850 ગ્રામ જેટલું વજન ઓછું જોવા મળી રહ્યું છે. સાબરકાંઠા અને સુરતમાં પણ ખાતર વેચાણ કેન્દ્રમાં મંતવ્ય ન્યૂઝની ટીમે રીયાલીટી ચેક કર્યો ત્યા પણ ખાતરની બોરીમાં 400 ગ્રામ જેટલું વજન ઓછું આવ્યું હતું. આ બોરીઓમાં નેટ વજન 50 કિલોને બદલે 49.650 ગ્રામ સુધી બતાવતું હતું.

જ્યારે ગુજરાત કિસાન કોગ્રેસ દ્વારા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. ત્યારે ગુજરાતમાં અંદાજીત બેથી અઢી લાખ જેટલી ગુણીઓ જોઈએ. તેમાં ગુણી દીઠ 10થી 40 રૂપીયાનું ઓછુ ખાતર આપીને કરોડ રૂપિયાના કૌભાંડ આચરવામાં આવ્યું છે.  ગુજરાત ખેડૂત સમાજના આગેવાન ચેતન ગઢિયા તથા ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા આ કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. તો કૌભાંડ મામલે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતાં એગ્રીકલ્ચર મિનિસ્ટર આરસી ફળદુએ જણાવ્યું કે આ કોઇ સ્કેમ લાગતું નથી, પરંતું વજન કાંટામાં સમસ્યા લાગે છે. અમે આ અંગે તપાસ કરીશું. આ મામલે ફરી અનેક સવાલો ઉઠી રહ્યા છે. કે શું કૌભાંડી પકડાશે ?, કૌભાંડીઓને સજા થશે? કોણ કોણ છે આ કૌભાંડમાં સામેલ? શું જગતનાં તાંતને નુકસાનીનું વળતર મળશે કે કેમ?