Not Set/ “હું માઁ ઉમા અને ખોડલનો સંતાન પાટીદાર છું,” હાર્દિકનો રાદડિયાને જવાબ

વિઠ્ઠલ રાદડીયાએ હાર્દિક પટેલ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે, અમારા સમાજ અને હાર્દિક શું લેવા-દેવા. રાદડિયાના આવા નિવેદનનો હાર્દિકે વળતો જવાબ આપ્યો છે. તેણે રાદડિયાને જવાબ આપતાં જણાવ્યું હતું કે, હું લેઉવા કે કડવા નથી. હું મા ઉમા-ખોડલનું પાટીદાર સંતાન છું. ખોડલધામથી નિકળ્યા બાદ રાદડિયાએ જણાવ્યું હતું કે, ખોડલધામ લેઉવા પટેલ સમાજનું અસ્તિત્વનું માધ્યમ […]

Uncategorized
431358 pti hardik patel 2 "હું માઁ ઉમા અને ખોડલનો સંતાન પાટીદાર છું," હાર્દિકનો રાદડિયાને જવાબ

વિઠ્ઠલ રાદડીયાએ હાર્દિક પટેલ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે, અમારા સમાજ અને હાર્દિક શું લેવા-દેવા.

રાદડિયાના આવા નિવેદનનો હાર્દિકે વળતો જવાબ આપ્યો છે. તેણે રાદડિયાને જવાબ આપતાં જણાવ્યું હતું કે, હું લેઉવા કે કડવા નથી. હું મા ઉમા-ખોડલનું પાટીદાર સંતાન છું. ખોડલધામથી નિકળ્યા બાદ રાદડિયાએ જણાવ્યું હતું કે, ખોડલધામ લેઉવા પટેલ સમાજનું અસ્તિત્વનું માધ્યમ છે. સમાજની સાથે છું. હું ખોડલધામનો મહેમાન નથી. આ લેઉવા પટેલના સંગઠનનો કાર્યક્રમ છે. માત્ર લેઉવા પટેલ સમાજ પૂરતું જ છે.

રાદડિયાએ ઉમેર્યું હતું કે, પાટીદાર અનામતની માંગ વ્યાજબી છે. હું પાટીદાર છું અને અનામત મળવી જોઇએ. હાર્દિકનું ફરી ગુજરાત આવવું તેની સાથે મારે કોઇ લેવા દેવા નથી. હાર્દિક લેઉવા પટેલ નથી પરંતુ કડવા પટેલ છે. હાર્દિક પટેલ ખોડલધામ આવે તો પણ મને કોઇ વાંધો નથી. પરંતુ લેઉવા પટેલનું ખોડલધામ છે અને તેના ફંડમાંથી બનાવ્યું છે.

આ સાથે તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નિવેદન આપ્યું હતું કે, હાર્દિકના નિવેદનથી 2017ની ચૂંટણીમાં કંઇ ફેર ના પડે. આવા તો કંઇક આંદોલન આવીને જતા રહ્યા. રાદડિયાના નિવેદનના જવાબમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હું લેઉવા કે કડવા નથી. હું મા ઉમા-ખોડલનું પાટીદાર સંતાન છું. હું પહેલા કડવા પટેલ હતો, હવે ફક્ત પાટીદાર છું.