Not Set/ IPL 2019: આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે થશે ટક્કર

ઇન્ડિયન ટી-20 ની 12 મી સીઝનમાં આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ટકરાશે. હૈદરાબાદ સ્કોર પોઇન્ટ ટેબલમાં 3 મેચમાં 2 જીત અને 1 હારની સાથે ત્રીજા ક્રમાંકે છે જ્યારે દિલ્હી 4 મેચમાં 2 જીત અને 2 હાર સાથે પાંચમાં ક્રમાંકે છે. બન્ને ટીમોનું પ્રદર્શન: જણાવી દઇએ કે આઇપીએલમાં બન્ને ટીમ વચ્ચે અત્યારસુધી 12 મેચ રમાઇ […]

Uncategorized
Kane Williamson and Shreyas Iyer IPL 2019: આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે થશે ટક્કર

ઇન્ડિયન ટી-20 ની 12 મી સીઝનમાં આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ટકરાશે. હૈદરાબાદ સ્કોર પોઇન્ટ ટેબલમાં 3 મેચમાં 2 જીત અને 1 હારની સાથે ત્રીજા ક્રમાંકે છે જ્યારે દિલ્હી 4 મેચમાં 2 જીત અને 2 હાર સાથે પાંચમાં ક્રમાંકે છે.

બન્ને ટીમોનું પ્રદર્શન:

જણાવી દઇએ કે આઇપીએલમાં બન્ને ટીમ વચ્ચે અત્યારસુધી 12 મેચ રમાઇ છે. તેમાંથી દિલ્હીની માત્ર 4 મેચમાં જીત થઇ છે. જ્યારે હૈદરાબાદે 8 વખત જીત હાંસલ કરી છે. ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ પર પણ દિલ્હી વિરુદ્વ હૈદરાબાદનો સારો રેકોર્ડ રહ્યો છે. આ મેદાન પર બન્ને વચ્ચે ચાર વખત ટક્કર થઇ છે. તેમાં પણ દિલ્હી માત્ર એક જ મેચ જીતી છે જ્યારે હૈદરાબાદ 3 મેચ જીતી ચૂકી હોવાને કારણે તેનું પલ્લું ભારે લાગી રહ્યું છે.

મેચ ક્યારે રમાશે?

આજે રમાશે

મેચ ક્યાં રમાશે?

દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં આ મેચ રમાશે. મેદાનનું કદ નાનું હોવા છતાં પીચ ધીમી હોવાથી બન્ને ટિમોના સ્પિનર્સની નિર્ણાયક ભૂમિકા રહેશે.

મેચ ક્યારે શરૂ થશે?

ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે રમાશે

 ઓનલાઇન સ્ટ્રીમિંગ ક્યાં નિહાળશો?

મેચનું સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ પરથી થશે. તમે હોટસ્ટાર પર ઓનલાઇન સ્ટ્રીમિંગ નિહાળી શકો છો.

 બંને ટીમ

દિલ્હી કેપિટલ્સ: શ્રેયસ અય્યર (સૂકાની), કોલિન મુનરો, પૃથ્વી શો, શિખર ધવન, હનુમા વિહારી, કોલિન ઇનગ્રામ, મનજોત કાલરા, ક્રિસ મોરિસ, શેરફેન રૂદરફોર્ડ, કીમો પોલ, અક્ષર પટેલ, જલજ સક્સેના, રાહુલ તેવતિયા, ઋષભ પંત, અંકુશ બૈસ, આવેશ ખાન, સંદીપ લામિછાને, હર્ષલ પટેલ, ટ્રેંટ બોલ્ટ, અમિત મિશ્રા, કગિસો રબાડા, ઇશાંત શર્મા, નાથૂ સિંહ, બંડારૂ અયપ્પા

સનરાઇઝર્સ હૈદરાબાદ: ભુવનેશ્વર કુમાર (સૂકાની), ડેવિડ વોર્નર, અભિષેક શર્મા, જોની બેરિસ્ટો, ખલીલ અહમદ, રિકી ભુઇ, બાસિલ થમ્પી, શ્રીવત્સ ગોસ્વામી, માર્ટિન ગપ્ટિલ, દીપક હૂડા, સિદ્વાર્થ કૌલ, મોહમ્મદ નબી, શહબાઝ નદીમ, ટી.નટરાજન, મનીષ પાંડે, યૂસુઝ પઠાન, રાશિદ ખાન, ઋદધિમાન સાહા, સંદીપ શર્મા, વિજય શંકર, શાકિબ અલ હસન અને બિલી સ્ટેનલેક