Not Set/ ભરૂચમાં ગાયની હાલત થઇ બિસ્માર, શું પશુ દવાખાનાઓ શોભાના ગાંઠિયા સમાન છે..?

ભરૂચ, સરકાર દ્વારા પશુઓના ઈલાજ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને હજારો રૂપિયાના પગાર સાથે પશુકેન્દ્ર ખાતે ડોકટરોની ભરતી પણ કરવામાં આવે છે. પરંતુ આ દવાખાનાઓ શોભાના ગાંઠિયા સમાન હોય તેમ લાગી રહ્યુ છે. ભરૂચના ફલશ્રુતિ નગરમાં એક ગાય બીમાર હાલતમાં જોવા મળી હતી. ગાયને ખોરાકી ઝેરની અસર થતાં તેની હાલત બિસ્માર થઇ હતી. […]

Top Stories Gujarat Others Trending
photo 21 ભરૂચમાં ગાયની હાલત થઇ બિસ્માર, શું પશુ દવાખાનાઓ શોભાના ગાંઠિયા સમાન છે..?

ભરૂચ,

સરકાર દ્વારા પશુઓના ઈલાજ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને હજારો રૂપિયાના પગાર સાથે પશુકેન્દ્ર ખાતે ડોકટરોની ભરતી પણ કરવામાં આવે છે. પરંતુ આ દવાખાનાઓ શોભાના ગાંઠિયા સમાન હોય તેમ લાગી રહ્યુ છે. ભરૂચના ફલશ્રુતિ નગરમાં એક ગાય બીમાર હાલતમાં જોવા મળી હતી.

ગાયને ખોરાકી ઝેરની અસર થતાં તેની હાલત બિસ્માર થઇ હતી. ત્યારે આ ગાયની સારવાર કરવા માટે કોઇ સરકારી ડોકટર આવ્યા નહી. કલાકો સુધી આ ગાય રોડ પર પડી રહી હતી. આ દશ્ય જોતા શોપિંગ સંચાલકોના દિલ કંપી ઉઠ્યા હતા.

ત્યારે સંચાલકો અને સ્થાનિકોએ ગાયની સારવાર માટે પ્રાઇવેટ ડોકટરને બોલાવ્યા અને ગાયની સારવાર કરાવી હતી. સ્થાનિકોએ પોતાના ફરજના ભાગરૂપે એક મુંગા પશુને પોતાના ખર્ચે પ્રાઇવેટ ડોકટરને બોલાવી સારવાર આપીને એક ઉત્તમ ઉદાહરણ સમાજ પ્રત્યે આપ્યો હતો.

ત્યારે શું આ પશુ દવાખાનાઓ શોભાના ગાંઠિયા સમાન છે કે જે ડોક્ટરોને મુંગા પશુઓની સારવાર માટે અને સેવા માટે રાખેલા છે એવા ડોકટર માત્ર અને માત્ર પોતાના પગારથી મતલબ રાખતા હોય છે. પ્રથમ દષ્ટિએ તો આ દેખાઈ આવ્યું છે..