Canada/ બાપના પગલે ચાલ્યો જસ્ટિન ટ્રુડો, 18 વર્ષ બાદ પત્નીને આપ્યો હતો તલાક

ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી હરદિપ સિંહ નિજ્જરને લઇ તણાવ વધી રહ્યો છે.

Top Stories World
Mantavyanews 61 1 બાપના પગલે ચાલ્યો જસ્ટિન ટ્રુડો, 18 વર્ષ બાદ પત્નીને આપ્યો હતો તલાક

ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી હરદિપ સિંહ નિજ્જરને લઇ તણાવ વધી રહ્યો છે.બંને દેશએ એક બીજાના રાજદૂતને દેશ બહાર કાઢી નાખ્યા છે. જોકે,જસ્ટિન ટ્રુડો ભારત સાથે સંબંધ બગાડનાર પહેલા કેનેડિયન વડાપ્રધા નથી. આ પહેલા તેમના પિતાએ પણ ભારત સાથે સંબંધ બગાડ્યા હતા.

જસ્ટિન ટ્રુડો ખાલિસ્તાને લઇને તેમના પિતા પિયરે ટ્રુડોના પગલે ચાલી રહ્યાં છે. તેમના પિતાએ પણ ખાલિસ્તાની આતંકવાદી અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)ના સ્થાપક તલવિંદર સિંહ પરમારને આશ્રય આપ્યો હતો. તલવિંદર સિંહ પરમારે જ આયર્લેન્ડ નજીક એર ઈન્ડિયાના વિમાન પર જોરદાર બોમ્બ વિસ્ફોટ કર્યો, જેમાં 331 મુસાફરો માર્યા ગયા.

જોકે, જસ્ટિન ટ્રુડો ફક્ત ખાલિસ્તાનના મામલે જ નહીં બીજી ઘણી વાતમાં પણ તેમના પિતાના પગલે ચાલી રહ્યાં છે. જસ્ટિન ટ્રુડોએ ગત મહિને જ પત્ની સોફીથી અલગ થઇ ગયા છે.

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ 18 વર્ષ બાદ પત્ની સોફીથી અલગ થવાની જાહેરાત કરી છે. જસ્ટિન ટ્રુડો અને સોફીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓએ લાંબી વાતચીત બાદ અલગ થવાનો નિર્ણય કર્યો છે.

જોકે, વડાપ્રધાન પદ રહેતા ડિવોર્સ આપવા મામલે ટ્રુડો પ્રથમ વડાપ્રધાન નહતા આ પહેલા તેમના પિતા પિયરે ટ્રુડોએ પણ વડાપ્રધાન રહેતા તેમની માતાને તલાક આપ્યા હતા. 1977માં પિયરે ટ્રુડોને પત્ની માર્ગારેટ સાથે સંબંધ પુરા કરી નાખ્યા હતા. જસ્ટિન ટ્રુડો માર્ગારેટના જ પુત્ર છે. પિયરે ટ્રુડો 1968થી 1979 અને 1980થી 1984 સુધી કેનેડામાં સત્તા પર હતા.

ટ્રુડો અને સોફી એક બીજાને બાળપણથી ઓળખતા હતા. સોફી પીએમ ટ્રુડોના ભાઈ મિશેલ સાથે ક્લાસમાં અભ્યાસ કરતી હતી. તે અવારનવાર ટ્રુડોના ઘરે આવતી હતી. બંને વર્ષ 2003માં ફરી મળ્યા અને અહીંથી તેમના સંબંધોની શરૂઆત થઈ. જસ્ટિન ટ્રુડો અને સોફીના ત્રણ બાળકો જેમાં બે દીકરા અને એક દીકરી છે.

જસ્ટિનને સોફી પર ક્રશ હતો, પરંતુ બંને વચ્ચે ચાર વર્ષનો તફાવત હતો. જેને લઇ જસ્ટિન કે સોફીએ ક્યારેય રોમાન્સ કે લગ્ન વિશે ગંભીરતાથી વિચાર કર્યો નહતો. સોફીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે તે જસ્ટિનને ભૂલી ગઈ હતી પરંતુ એક દિવસ અચાનક અખબારમાં તેનો મોટો ફોટો જોયો ત્યાર બાદ તેને જસ્ટિન માટે લાગણી જન્મી, પછી તેણે નક્કી કર્યું કે તે ફક્ત જસ્ટિન સાથે જ લગ્ન કરશે. દરમિયાન બંને એક ચેરિટી ઈવેન્ટમાં મળ્યા ત્યારે બંનેને નજીક આવ્યા.

આ પણ વાંચો: Business/ કેનેડા પર આનંદ મહિન્દ્રાના આ નિર્ણયથી વેપાર જગતમાં ખળભળાટ

આ પણ વાંચો: Delimitation/ મહિલાઓ માટે કંઈ બેઠક રહેશે અનામત,કેવી રીતે નક્કી થશે સીમાંકન,જાણો A To Z માહિતી

આ પણ વાંચો: ASIAN GAMES/ એશિયન ગેમ્સ પહેલા ચીને ફરી પોતાનો રંગ બતાવ્યો,ભારતે આપ્યો જોરદાર જવાબ