Not Set/ ગુજરાત ની મનપાના કોર્પોરેટરોના વેતનમાં અનુક્રમે 400 અને ૧૩૩ ટકાનો વધારો

ગાંધીનગર, ગુજરાત ની આઠ મહાનગરપાલિકાના કોર્પોરેટરોમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના કોર્પોરેટરોના માનદ વેતનમાં 400 ગણો વધારો કરી દેવામાં આવ્યો છે. જયારે અન્ય ચાર મહાનગરપાલિકા ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જૂનાગઢના કોર્પોરેટરોના માનદ વેતનમાં ૧૩૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ-વડોદરા-રાજકોટ-સુરતના કોર્પોરેટરોનું માસિક માનદ વેતન-રૂ.૧ર૦૦૦ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની […]

Top Stories Ahmedabad Rajkot Gujarat Surat Vadodara Others Trending Politics
Increase in the wages of Gujarat's Municipal corporator

ગાંધીનગર,

ગુજરાત ની આઠ મહાનગરપાલિકાના કોર્પોરેટરોમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના કોર્પોરેટરોના માનદ વેતનમાં 400 ગણો વધારો કરી દેવામાં આવ્યો છે. જયારે અન્ય ચાર મહાનગરપાલિકા ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જૂનાગઢના કોર્પોરેટરોના માનદ વેતનમાં ૧૩૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

અમદાવાદ-વડોદરા-રાજકોટ-સુરતના કોર્પોરેટરોનું માસિક માનદ વેતન-રૂ.૧ર૦૦૦

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની આઠ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કોર્પોરેટરોના માસિક માનદ વેતન તેમજ અન્ય ભથ્થામાં પાછલી તારીખ.૧ એપ્રિલ ર૦૧૮ની અસરથી વધારો આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત તેમના અન્ય ભથ્થાં જેવા કે મિટિંગ ભથ્થાંમાં ૧૦૦ ટકા, ટેલિફોન ભથ્થાંમાં 25 ટકાનો જયારે સ્ટેશનરી ભથ્થાંમાં ૨૦૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

ભાવનગર-જામનગર-ગાંધીનગર-જૂનાગઢમાં રૂ.૭૦૦૦

મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ નિર્ણય અનુસાર હવેથી રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના કોર્પોરેટરોને માસિક રૂ.૧ર હજાર માનદ વેતન તેમજ મિટિંગ ભથ્થું દર મિટિંગના રૂ.પ૦૦,  ટેલિફોન ભથ્થું માસિક રૂ.૧૦૦૦ તથા સ્ટેશનરી ભથ્થું દર મહિને રૂ.૧પ૦૦ પ્રમાણે મળશે.

૧ એપ્રિલ ર૦૧૮ની અસરથી અમલ

જયારે ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરના કોર્પોરેટરોને માસિક રૂ.૭૦૦૦ માનદ વેતન અને મિટિંગ દીઠ ભથ્થું રૂ.પ૦૦ તથા દર મહિને ટેલિફોન ભથ્થું રૂ.૧૦૦૦ તેમજ સ્ટેશનરી ભથ્થું રૂ.૧પ૦૦ મળશે. આ આઠેય મહાનગરપાલિકાના કોર્પોરેટરોને પાછલી અસરથી એટલે કે, ગત તા. 1 એપ્રિલ, ૨૦૧૮ની અસરથી મળશે.

અગાઉ આઠેય મહાપાલિકાના કોર્પોરેટરોને રૂ. ૩૦૦૦/નું માનદ વેતન હતું

આ અગાઉ તમામ મહાનગરોના કોર્પોરેટરોને માસિક રૂ.૩૦૦૦ માનદ વેતન મળતું હતું તેમજ મિટિંગ દીઠ ભથ્થું રૂ.રપ૦, માસિક ટેલિફોન ભથ્થું રૂ.૭પ૦ અને સ્ટેશનરી ભથ્થું રૂ.પ૦૦ પ્રમાણે ચૂકવવામાં આવતું હતું.