Not Set/ આતંકીઓએ કરેલી ૩ પોલીસકર્મીઓની હત્યા મામલે સેના દ્વારા અપાશે જડબાતોડ જવાબ : રાજનાથ સિંહ

વડોદરા, કેન્દ્રિય મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, કાશ્મીરમાં ૩ પોલીસ જવાનોની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી હત્યાનો ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવશે અને કાશ્મીરી લોકો જે પોલીસમાં નોકરી કરે છે તેઓને નોકરી છોડવા આતંકીઓ એ અલ્ટીમેટમ આપ્યું છે, જેને લઈને પોલીસ જવાનો નોકરી છોડી રહ્યા છે તે વાત ખોટી છે”. ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું […]

Top Stories Gujarat Vadodara Trending
Rajnath Singh 1 આતંકીઓએ કરેલી ૩ પોલીસકર્મીઓની હત્યા મામલે સેના દ્વારા અપાશે જડબાતોડ જવાબ : રાજનાથ સિંહ

વડોદરા,

કેન્દ્રિય મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, કાશ્મીરમાં ૩ પોલીસ જવાનોની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી હત્યાનો ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવશે અને કાશ્મીરી લોકો જે પોલીસમાં નોકરી કરે છે તેઓને નોકરી છોડવા આતંકીઓ એ અલ્ટીમેટમ આપ્યું છે, જેને લઈને પોલીસ જવાનો નોકરી છોડી રહ્યા છે તે વાત ખોટી છે”.

ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “કેન્દ્રનું રક્ષા મંત્રાલય કામ કરી રહ્યું છે. આગામી દિવસોમાં 3 જવાનોની હત્યાનો જવાબ દેશવાસીઓને મળી જશે. ગૃહ મંત્રાલય રણનીતિ બનાવી રહી છે પણ તે વાત સાર્વજનિક કહી શકાય તેમ નથી”.

રાફેલ અંગે પૂછાયેલા પ્રશ્ન અંગે તેઓએ જણાવ્યું કે, “જ્યાં સુધી આરોપ સાબિત ન થાય ત્યાં સુધી આક્ષેપો અયોગ્ય છે. આ મુદ્દે સરકારે પણ સ્પષ્ટતા કરી છે”.

રાહુલ ગાંધીએ ચોકીદાર ચોરી કરી ગયાના આપેલા નિવેદન અંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, “રાજકારણમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ હોય શકે, પરંતુ, આ ભાષાનો ઉપયોગ કરવો યોગ્ય નથી”.

એક દિવસીય પ્રવાસ પર આવેલા દેશના કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથસિંહે શનિવારે વડોદરામાં દાંડિયા બજારમાં એસ.વી.પી.સી. ટ્રસ્ટના ગણેળ પંડાલની મુલાકાત લીધી હતી. તેઓએ શ્રીજીને રત્ન જડિત સુવર્ણ પિતાંબર અર્પણ કર્યું હતું અને શ્રીજીની આરતી ઉતારી હતી.

જો કે ત્યારબાદ કેન્દ્રિય મંત્રી રાજનાથસિંહનું સરકીટ હાઉસ ખાતે ભાજપાના માજી કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાની આગેવાનીમાં રાજપુત સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને પછીથી તેઓ હરણી રોડ મિલન પાર્ટી પ્લોટ ખાતે ભાજપા કાર્યકરો સાથે બેઠક કરી હતી.

શ્રીજીના આશિર્વાદ લેવા માટે આ દિગ્ગજ નેતાઓ પણ આવી ચુક્યા છે 

ઉલ્લેખનિય છે કે, દાંડિયા બજાર સ્થિત એસ.વી.પી.સી. ટ્રસ્ટ ખાતે શ્રીજીના આશિર્વાદ લેવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, RSSના ચીફ મોહન ભાગવત, ભાજપાના દીગ્ગજ નેતા એલ.કે. અડવાણી વિગેરે રાજકીય નેતાઓ આવી ગયા છે. જેમાં આજે કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથસિંહનો સમાવેશ થયો હતો.