Not Set/ આગામી સપ્તાહથી પોસ્ટના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર

અમદાવાદ શહેર અને જિલ્લાની પોસ્ટ ઓફિસોના હજારથી વધુ ગ્રામીણ ડાક સેવાના કર્મીઓએ 18 ડિસેમ્બરે જાહેર કરાયેલી હડતાળમાં જોડાવાનું એલાન કરતાં શહેરમાં અને જિલ્લાની પોસ્ટ વિભાગનું કામ ઠપ થઇ જવાની શક્યતા છે. ભારતભરમાં પોસ્ટ વિભાગના કર્મીઓના કેટલાક પડતર પ્રશ્નોમાં ખાસ કરીને હજુ સુધી સાતમા નાણાંપંચનો પણ લાભ ન મળવાથી તેમના નેશનલ યુનિયન દ્વારા આપેલી દેશવ્યાપી હડતાળના […]

Ahmedabad Gujarat
02752bf14baa176861f1a502324d75bd આગામી સપ્તાહથી પોસ્ટના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર

અમદાવાદ શહેર અને જિલ્લાની પોસ્ટ ઓફિસોના હજારથી વધુ ગ્રામીણ ડાક સેવાના કર્મીઓએ 18 ડિસેમ્બરે જાહેર કરાયેલી હડતાળમાં જોડાવાનું એલાન કરતાં શહેરમાં અને જિલ્લાની પોસ્ટ વિભાગનું કામ ઠપ થઇ જવાની શક્યતા છે.

ભારતભરમાં પોસ્ટ વિભાગના કર્મીઓના કેટલાક પડતર પ્રશ્નોમાં ખાસ કરીને હજુ સુધી સાતમા નાણાંપંચનો પણ લાભ ન મળવાથી તેમના નેશનલ યુનિયન દ્વારા આપેલી દેશવ્યાપી હડતાળના સમર્થનમાં શહેરમાં આવેલી પોસ્ટ સેવાના કર્મીઓ જોડાશે.

નેશનલ યુનિયન ઓફ ગ્રામીણ ડાક સેવક દ્વારા સેવન્થ પે કમિશન સહિતની પડતર માગણીઓનો નિકાલ ન આવતાં શહેર અને જિલ્લાની પોસ્ટ ઓફિસોના 1000થી વધુ કર્મચારીઓ આગામી 18 ડિસેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર જશે.

આ અંગે નેશનલ યુનિયન ઓફ ગ્રામીણ ડાક સેવકના સેક્રેટરી એ.જી.પરમારે જણાવ્યું હતું કે અમારા યુનિયન હેડ ક્વાર્ટરના આદેશ અનુસાર તમામ શહેર-જીલ્લાના કર્મચારીઓ 18 ડિસેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલમાં જોડાશે.