Not Set/ કલોલ આંગડીયા માલિક પાસેથી 37.50 લાખની લુંટી ગાઠિયાઓ થયા ફરાર

રાજ્યમાં અવારનવાર લુંટના બનાવો બનતા હોય છે ત્યારે વધુ એક લુંટની ઘટના ગાંધીનગર જીલ્લાના કલોલની સામે આવી છે જેમાં એક્ટિવા પર સવાર વ્યક્તિના 37.50 લાખની કેશ લુંટી ત્રણ શખ્શો ફરાર થઇ ગયા હતા. આપને જણાવીએ કે કલોલમાં જીઇબી પાસે આવેલી લક્ષ્મી નગર સોસાયટીમાં ચાર દિવસ પહેલા રહેવા આવેલા 43 વર્ષીય બિપીનચંદ્ર રતિલાલ ઠક્કરના 37.50 લાખની […]

Gujarat Others
ffesfc 9 કલોલ આંગડીયા માલિક પાસેથી 37.50 લાખની લુંટી ગાઠિયાઓ થયા ફરાર

રાજ્યમાં અવારનવાર લુંટના બનાવો બનતા હોય છે ત્યારે વધુ એક લુંટની ઘટના ગાંધીનગર જીલ્લાના કલોલની સામે આવી છે જેમાં એક્ટિવા પર સવાર વ્યક્તિના 37.50 લાખની કેશ લુંટી ત્રણ શખ્શો ફરાર થઇ ગયા હતા.

આપને જણાવીએ કે કલોલમાં જીઇબી પાસે આવેલી લક્ષ્મી નગર સોસાયટીમાં ચાર દિવસ પહેલા રહેવા આવેલા 43 વર્ષીય બિપીનચંદ્ર રતિલાલ ઠક્કરના 37.50 લાખની કેશ લુંટી લેવામાં આવ્યા હતા. બિપીનચંદ્ર કલોલમાં સીટી મોલ ખાતે પીએમ એન્ટરપ્રાઈઝ નામે આંગડિયા પેઢી ચલાવી રહ્યા છે.

મંગળવારે બિપીનચંદ્ર તેમના રોજીંદા ક્રમ મુજબ સાંજે સાડા છ વાગ્યે પોતાની ઓફિસમાં કામ પૂર્ણ કરી ઘરે જવા માટે નીકયા ત્યારે ઓફિસમાં દિવસ દરમિયાન આવેલી 37.50 લાખની કેશ એક કાળી બેગમાં મૂકીને પોતાની એકટીવા નંબર જીજે 18 સીબી 4895 થી ઘરે પરત ફરી રહ્યા હતા.

બિપીનચંદ્ર કલોલના ત્રણ આંગળી સર્કલથી પોતાના ઘરથી થોડેક જ દૂર હતા. તે દરમિયાન એક્ટિવા ધીમી ગતિ આગળ જઈ રહી હતી. ત્યારે એક વ્યક્તિ એક્ટિવા પાસે આવીને બે પગ વચ્ચે મુકવામાં આવેલી કાળી રૂપિયા ભરેલી બેગ ખેંચીને ભાગી ગયો હતો. ત્યારે લુંટ કરવવા આવેલ શખ્શે બેગ ખેંચી ત્યારે બેલેન્સ નહિ રહેતા બિપિનચંદ્ર એક્ટિવા ઉપરથી નીચે પડી ગયા હતા. જ્યારે બેગ લઈને તેની રાહ જોઈ રહ્યા હતા તેની બાઈક પર બેસીને રફુચક્કર થઈ ગયો હતો.

મહત્વનું છે કે એક્ટિવા પરથી નીચે પડેલા બિપીનચંદ્રને ઈજા થતા તેઓએ તેમના મિત્રોને ફોન કરીને બોલ્યા હતા તેમના મિત્રો આવીને તેમની હોસ્પિટલ જી ગયા હતા.

કલોલમાં 37.50 લાખની લૂંટ થતાં જિલ્લાની પોલીસ ભાગદોડ કરતી થઇ ગઈ હતી. એલ.સી.બી એસ.ઓ.જી સહીત કલોલની સ્થાનિક પોલીસ તપાસ કરવા નીકળી હતી.