Not Set/ જસદણ પેટા ચૂંટણી : અપક્ષો નક્કી કરશે બાવળીયા અને નાકિયાનું ભવિષ્ય ?

ગુજરાત વિધાનસભાની જસદણ બેઠકની પેટા ચૂંટણીમાં ગુરુવારે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હતો. બપોરના 3 વાગ્યા સુધી ફોર્મ પાછા ખેંચવાનો સમય હતો અને ચિત્ર સ્પષ્ટ થયું છે. ભાજપના કુંવરજી બાવળિયા અને કોંગ્રેસના અવસર નાકિયા વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે પરંતુ અન્ય રાજકીય પક્ષો અને અપક્ષો સહિત એક ડઝન ઉમેદવારો મેદાનમાં હોવાથી અપક્ષો કોને નડશે અને કોને ફળશે, તેવા સવાલો […]

Top Stories Gujarat Others
EVM જસદણ પેટા ચૂંટણી : અપક્ષો નક્કી કરશે બાવળીયા અને નાકિયાનું ભવિષ્ય ?

ગુજરાત વિધાનસભાની જસદણ બેઠકની પેટા ચૂંટણીમાં ગુરુવારે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હતો. બપોરના 3 વાગ્યા સુધી ફોર્મ પાછા ખેંચવાનો સમય હતો અને ચિત્ર સ્પષ્ટ થયું છે. ભાજપના કુંવરજી બાવળિયા અને કોંગ્રેસના અવસર નાકિયા વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે પરંતુ અન્ય રાજકીય પક્ષો અને અપક્ષો સહિત એક ડઝન ઉમેદવારો મેદાનમાં હોવાથી અપક્ષો કોને નડશે અને કોને ફળશે, તેવા સવાલો પૂછાઈ રહ્યા છે.

ફોર્મ પાછા ખેંચવાની મુદત પુરી થવાની હોવાથી આજે જિલ્લા ચૂંટણી અધિકારી ડો.રાહુલ ગુપ્તા અને જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા આજે જસદણ પહાેંચ્યા હતા અને બપોરે ભાજપ-કોંગ્રેસ સહિતના વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઆે સાથે મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ મિટિંગમાં ચૂંટણી નિરીક્ષક તરીકે નિમાયેલા દિલ્હીના પ્રતિનિધિ અને ખર્ચના આેબ્ઝર્વરો હાજર રહ્યા હતા.

2.32 લાખ મતદારો ધરાવતાં જસદણ મત વિસ્તારમાં કુલ 262 મતદાન મથકો છે અને 1100 જેટલા ચૂંટણી સ્ટાફની જરૂર પડશે. રાજકોટ જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી આ કામ માટે ગોંડલ અને જેતપુરના સરકારી કર્મચારીઆે-અધિકારીઆેને ચૂંટણી કામગીરી માટેના આેર્ડર કરી દેવાયા છે.