Not Set/ જ્યંતી ભાનુશાળીના હત્યારા ગૂગલ મેપની મદદથી ભાગ્યા હતા

અમદાવાદ, ભાનુશાળી હત્યાકાંડમાં દિવસે ને દિવસે નવી કડીઓ ખુલતી જાય છે.. જેમાં હાલ એસઆઇટીની તપાસ બાદ ભાનુશાળી હત્યા કાંડની ચાર્જસીટ રજૂ કરવામાં આવી છે.આ ચાર્જશીટમાં ભાનુશાળીની હત્યા બાદ શાર્પશૂટરો ગૂગલ મેપની મદદથી કેવી રીતે ભાગવામાં સફળ રહ્યા તે દર્શાવવામાં આવ્યું છે.જયંતિ ભાનુશાળી હત્યા કાંડના મુખ્ય આરોપી અને ભાજપના પૂર્વ નેતા છબીલ પટેલ તથા મનીષા ગોસ્વામી […]

Top Stories Ahmedabad Gujarat
gah 10 જ્યંતી ભાનુશાળીના હત્યારા ગૂગલ મેપની મદદથી ભાગ્યા હતા

અમદાવાદ,

ભાનુશાળી હત્યાકાંડમાં દિવસે ને દિવસે નવી કડીઓ ખુલતી જાય છે.. જેમાં હાલ એસઆઇટીની તપાસ બાદ ભાનુશાળી હત્યા કાંડની ચાર્જસીટ રજૂ કરવામાં આવી છે.આ ચાર્જશીટમાં ભાનુશાળીની હત્યા બાદ શાર્પશૂટરો ગૂગલ મેપની મદદથી કેવી રીતે ભાગવામાં સફળ રહ્યા તે દર્શાવવામાં આવ્યું છે.જયંતિ ભાનુશાળી હત્યા કાંડના મુખ્ય આરોપી અને ભાજપના પૂર્વ નેતા છબીલ પટેલ તથા મનીષા ગોસ્વામી અને સુરજીત પરદેશી ભાઉએ આખું કાવતરું પાર પાડયા બાદ ગૂગલ મેપ દ્વારા કેવી રીતે ભાગું તે બાબતે સાફ શૂટરોને મેપ તૈયાર કરી આપ્યો હતો.

પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને ચેનથી ઠક્કર તથા મનીષા ગોસ્વામીએ ભેગા મળીને આ કાવતરાને અંજામ આપ્યો હોવાની હકીકત ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવી છે.જ્યારે બીજી તરફ પોલીસ દ્વારા રજૂ કરાયેલી ચાર્જશીટમાં મનીષા ગોસ્વામી અને સુરજીત પરદેશી ઉર્ફે ભાઉને વોન્ટેડ દર્શાવવામાં આવ્યા છે.

એસઆઇટી દ્વારા જાહેર કરવામાં આવેલી ચાર્જશીટમાં મનીષા ગોસ્વામીને ભૂતકાળના કેસને લઈને જયંતિ ભાનુશાળી સાથે મનભેદ થયો હતો.જેથી મનીષા ગોસ્વામીએ છબીલ પટેલ અને જયંતિ ઠક્કર સાથે મળીને હત્યાના ગંભીર કાવતરને અંજામ આપ્યો હતી.જેથી ચાર્જશીટ બાદ આ ગંભીર કેસમાં ખાસ સરકારી વકીલ રાખવા સરકારને માંગ કરવામાં આવી હોય તેવું સીઆઇડી ક્રાઇમના વડા આશીશ ભાટિયાએ જણાવ્યું હતું.