Not Set/ કચ્છની દરિયાઈ સુરક્ષા વધારાઈ, માછીમારી કરાઇ બંધ

ક્ચ્છ, સરહદી ક્ચ્છ જિલ્લાના જખૌ, નારાયણ સરોવર, કોટેશ્વર સહિતના દરિયાઈ વિસ્તારોમાં માછીમારી પ્રવુતિ થાય છે, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા માછીમારી બંધ કરાઇ છે. મંતવ્ય ન્યૂઝની ટીમે માછીમારોની મુલાકાત લીધી હતી. કચ્છનો દરિયો ભારત – પાકિસ્તાનને જોડતો દરિયો છે અને અહી અવારનવાર પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાતા હોય છે, ત્યારે અહીં સુરક્ષા વધારાઈ છે. હાલની પરિસ્થિતિ જોતા, કચ્છની […]

Top Stories Gujarat Others
mantavya 364 કચ્છની દરિયાઈ સુરક્ષા વધારાઈ, માછીમારી કરાઇ બંધ

ક્ચ્છ,

સરહદી ક્ચ્છ જિલ્લાના જખૌ, નારાયણ સરોવર, કોટેશ્વર સહિતના દરિયાઈ વિસ્તારોમાં માછીમારી પ્રવુતિ થાય છે, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા માછીમારી બંધ કરાઇ છે. મંતવ્ય ન્યૂઝની ટીમે માછીમારોની મુલાકાત લીધી હતી.

કચ્છનો દરિયો ભારત – પાકિસ્તાનને જોડતો દરિયો છે અને અહી અવારનવાર પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાતા હોય છે, ત્યારે અહીં સુરક્ષા વધારાઈ છે.

હાલની પરિસ્થિતિ જોતા, કચ્છની સરહદને અડકીને આવેલા નારાયણ સરોવર, કોટેશ્વરના માછીમારોને તકેદારી રાખવા બીએસએફ દ્વારા સૂચના અપાઈ છે.

માછીમારોના જણાવ્યાં મુજબ ,હાલની પરિસ્થિતિ માં બીએસએફ જ્યાં સુધી મંજૂરી આપે ત્યાં સુધી જ માછીમારી કરવામાં આવી રહી છે અને શક્ય હોય ત્યાં સુધી માછીમારી માટે જતા જ નથી.

40 કિલોમીટરની માછીમારીની રેન્જ છે, જેમાંથી 20 કિલોમીટર સુધી જ હમણાં પરવાનગી આપી છે. માછીમારોનું કહેવું છે કે અમને બીએસએફ કહે તેમ અમે કરીએ છીએ દરિયામાં કોઈ સંદિગ્ધ હિલચાલ કે અજાણી બોટ દેખાય તો તુરંત બીએસએફને જાણ કરવામાં આવે છે.