Not Set/ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ વિવાદમાં, યુવતીઓ સાથે સાધુના સંબંધોનો પર્દાફાશ

કચ્છમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ વિવાદમાં આવ્યા છે. આ સાધુના ત્રણ જેટલી યુવતીઓ સાથે સંબંધો હોવાની કબૂલાતનો રેકોર્ડિંગ કરેલો ઓડિયો વાઈરલ થયો  છે. જેને લઈને ચકચાર મચી ગઈ છે.  તો આ ઉપરાંત આ સાધુના મોબાઈલમાંથી ત્રણ યુવતીઓના ફોટો પણ મળ્યા છે. જેમાંથી કેટલાક ફોટા અશ્લીલ છે.  સાધુના મોબાઈલમાં યુવતીઓના અશ્લીલ ફોટા જોઈને હરિભક્તો આઘાતમાં મુકાઈ […]

Top Stories Gujarat Trending
srt 8 સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ વિવાદમાં, યુવતીઓ સાથે સાધુના સંબંધોનો પર્દાફાશ

કચ્છમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ વિવાદમાં આવ્યા છે. આ સાધુના ત્રણ જેટલી યુવતીઓ સાથે સંબંધો હોવાની કબૂલાતનો રેકોર્ડિંગ કરેલો ઓડિયો વાઈરલ થયો  છે. જેને લઈને ચકચાર મચી ગઈ છે.  તો આ ઉપરાંત આ સાધુના મોબાઈલમાંથી ત્રણ યુવતીઓના ફોટો પણ મળ્યા છે.

જેમાંથી કેટલાક ફોટા અશ્લીલ છે.  સાધુના મોબાઈલમાં યુવતીઓના અશ્લીલ ફોટા જોઈને હરિભક્તો આઘાતમાં મુકાઈ ગયાં છે અને ભક્તોની ભાવાનાને ઠેસ પહોંચી છે.

સાધુની જે ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે તેમાં સાધુ જણાવે છે કે, ભારાસરના મંદિરમાં રહેતાં એક યુવક સહિતનાં ત્રણ યુવકે બળજબરીથી તેમનું લેપટોપ અને મોબાઈલ ફોન ઝુંટવી લીધા હતા અને તેમાંથી આ યુવતીઓના ફોટો મેળવી લીધા હતા.

આ યુવકોએ તેને બદનામ કરવાની વાત કરીને પરાણે બધી કબૂલાતો કરાવી છે. જો કે અહીં સવાલો એ થાય છે કે સાધુ જો સાચો હોય તો શા માટે યુવકો વિરુધ્ધ પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નથી કરી રહ્યા.

બીજી તરફ, આ સમગ્ર પ્રકરણને દબાવી દેવા માટે પણ ચોતરફથી ભરપુર પ્રયાસો થઈ રહ્યા છે…પરંતુ સોશિયલ મિડીયાએ બધી પોલ ખોલી નાખી છે અને યુવતીઓ સાથે એક સાધુના સંબંધો હોવાની જાણ થતા લોકોમાં આ સાધુ પ્રત્યે ફિટકાર વરસી રહ્યો છે.