Not Set/ અમુલ દૂધની આડમાં આવી રીતે થતી દારૂની હેરાફેરી, પોલીસે કર્યો પર્દાફાશ

એક તરફ રાજ્ય સરકારે દારૂના દુષણને દબાવી દેવા અભિયાન શરૂ કર્યું છે તો બીજી તરફ રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો નવા નવા રસ્તા શોધી રહ્યા છે.ડીસાના આખોલ ચાર રસ્તા પાસે એલ. સી.બી  પોલીસે અમુલ દૂધના ટેમ્પોની આડમાં  કરવામાં આવતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. બનાસકાંઠા એલ. સી.બી પોલીસને બાતમીના આધારે  આખોલ ચાર રસ્તા  પાસે  અમુલ […]

Top Stories Gujarat Others
aw 12 અમુલ દૂધની આડમાં આવી રીતે થતી દારૂની હેરાફેરી, પોલીસે કર્યો પર્દાફાશ

એક તરફ રાજ્ય સરકારે દારૂના દુષણને દબાવી દેવા અભિયાન શરૂ કર્યું છે તો બીજી તરફ રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો નવા નવા રસ્તા શોધી રહ્યા છે.ડીસાના આખોલ ચાર રસ્તા પાસે એલ. સી.બી  પોલીસે અમુલ દૂધના ટેમ્પોની આડમાં  કરવામાં આવતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે.

બનાસકાંઠા એલ. સી.બી પોલીસને બાતમીના આધારે  આખોલ ચાર રસ્તા  પાસે  અમુલ દૂધના ટેમ્પોમાં ગુજરાત સરકારની  દૂધ સંજીવની યોજના દૂધના કેનની આડમાં  દારૂની બોટલ સેટ કરીને દારૂની હેરાફેરી કરવાનો નવો કિમીયો પોલીસે ઝડપી પાડ્યો છે.બનાસકાંઠા એલ.સી બી પોલીસે ઝડપેલા ટેમ્પો નંબર.જી.જે.13 વી 6183 ગાડી ને ઝડપી વિદેશી દારૂ 2 લાખ 12 હજાર 500 નો દારૂ તેમજ દૂધ ના કુલ 45 કેન સહિત કુલ ટેમ્પા સહિત રૂપિયા 7 લાખ 28 હજાર નો મુદામાલ પકડ્યો છે

પોલીસે દારૂની હેરાફેરી કરતા બુટલેગરો (1) ફજલભાઇ જાબીરભાઇ કુરેશી રહે.દસાડા તા.પાટડી જી.સુરેન્દ્રનગર (2) હનીફભાઇ અબાસભાઇ તુવર રહે.મુંજપુર તા.શંખેસ્વર જી.પાટણ (3) બીલાલ રસુલભાઇ ચૌહાણ રહે.દસાડા તા.પાટડી જી.સુરેન્દ્રનગર વાળાઓ પકડયા છે.આ તમામ સામે ડીસા રૂરલ પોલિસ સ્ટેશન માં  પ્રોહિબિશન એકટ  હેઠળ  ગુનો નોંધી ને વધુ તપાસ હાથ છે..