Not Set/ ગુજરાતે ઓસ્ટ્રેલિયા ‘મેઈડ ઈન ઈન્ડિયા’ મેટ્રો કોચની નિકાસ કરી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઈતિહાસ સર્જ્યો

ભારત-ગુજરાતે ઓસ્ટ્રેલિયા ‘મેઈડ ઈન ઈન્ડિયા’ મેટ્રો કોચની નિકાસ કરી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઈતિહાસ સર્જ્યો છે. મેઈક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ હેઠળ ભારતે નિર્માણ-નિકાસ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી છે. આજે એકપણ ક્ષેત્ર એવું નથી જ્યાં ભારતને અન્ય દેશોમાંથી વસ્તુ અનિવાર્યપણે આયાત કરવી પડતી હોય કે પછી કોઈ વસ્તુ મેળવવા-બનાવવા અન્ય દેશો પર નિર્ભર રહેવું પડતું હોય. મેઈક ઈન ઈન્ડિયા […]

Tech & Auto
make in india ગુજરાતે ઓસ્ટ્રેલિયા 'મેઈડ ઈન ઈન્ડિયા' મેટ્રો કોચની નિકાસ કરી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઈતિહાસ સર્જ્યો

ભારત-ગુજરાતે ઓસ્ટ્રેલિયા ‘મેઈડ ઈન ઈન્ડિયા’ મેટ્રો કોચની નિકાસ કરી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઈતિહાસ સર્જ્યો છે. મેઈક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ હેઠળ ભારતે નિર્માણ-નિકાસ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી છે. આજે એકપણ ક્ષેત્ર એવું નથી જ્યાં ભારતને અન્ય દેશોમાંથી વસ્તુ અનિવાર્યપણે આયાત કરવી પડતી હોય કે પછી કોઈ વસ્તુ મેળવવા-બનાવવા અન્ય દેશો પર નિર્ભર રહેવું પડતું હોય.

મેઈક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટથી ભારત કોઈપણ વસ્તુનાં નિર્માણ-નિકાસમાં સ્વનિર્ભર દેશ બન્યો છે. સાથોસાથ કરોડો લોકોને રોજગારી મળી છે એ અલગ. PM મોદીનાં મેઈક ઈન ઈન્ડિયા મિશન અને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં ગ્લોબલ બિઝનેસ વિઝનની જ કમાલ છે કે આજે ઓસ્ટ્રેલિયાની મેટ્રો ટ્રેનનાં પણ કોચ મેઈડ ઈન ઈન્ડિયાનાં છે.

crrc metro coaches ગુજરાતે ઓસ્ટ્રેલિયા 'મેઈડ ઈન ઈન્ડિયા' મેટ્રો કોચની નિકાસ કરી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઈતિહાસ સર્જ્યો

ભારતનાં મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં ઈતિહાસ સર્જતા ગુજરાતનાં બરોડામાં બનાવવામાં આવેલા મેટ્રો ટ્રેનનાં 6 કોચને વર્ષ 2016માં મુંબઈ પોર્ટથી ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા હતા. 75 ફૂટ લાંબા વજન અને 46 ટન વજન ધરાવતા મેટ્રો કોચને સૌ પ્રથમવાર ભારતમાંથી નિકાસ કરવામાં આવ્યા હતા. આજે ઓસ્ટ્રેલિયાની મેટ્રો ટ્રેનનાં કોચ તમને મેઈડ ઇન ઈન્ડિયાનાં જોવા મળશે. આપણા જ ગુજરાતનાં બરોડામાં બનેલા મેટ્રો ટ્રેનનાં કોચ ઓસ્ટ્રેલિયા નિકાસ કરવામાં આવ્યા હતા.જે હવે ત્યાંની મેટ્રો ટ્રેનમાં જોવા મળશે.

metro coach ગુજરાતે ઓસ્ટ્રેલિયા 'મેઈડ ઈન ઈન્ડિયા' મેટ્રો કોચની નિકાસ કરી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઈતિહાસ સર્જ્યો

આટલું જ નહીં હજુ તો આ દિશામાં દેશને ગ્લોબલ મેન્યુફેકચરિંગ હબ બવાવવાના હેતુસર દોઢ વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં નિકાસ કરવા માટે કુલ 450 મેટ્રો ટ્રેન કોચ બનાવવામાં આવશે. એટલે કે ઓસ્ટ્રેલિયાની તમામ મેટ્રો ટ્રેનનાં કોચ મેઈડ ઈન ઈન્ડિયાનાં હશે.જ્યારથી ‘મેઈક ઈન ઈન્ડિયા’ અભિયાન શરૂ થયુ છે ત્યારથી મેટ્રો કોચનું નિર્માણ અને નિકાસ કરવાનું પણ ભારતે શરૂ કર્યું છે. સાઓ પાઊલો મોનોરેલ માટે પણ બ્રાઝિલમાં 521 બૉગી ફ્રેમ્સની નિકાસ ભારત કરવાનું છે. 2015માં ભારતમાં ત્રણ નવા મેટ્રો કોચ મેન્યુફેકચરિંગ એકમોની સ્થાપના કરવામાં આવી હતી. આગામી 5 વર્ષમાં વિશ્વમાં 2000 મેટ્રો કોચની માંગ હશે. જે ભારતના મેન્યુફેકચરિંગ ક્ષેત્ર માટે એક વરદાન પૂરવાર થશે.