Not Set/ ઈ-ફાર્મસીના વિરોધમાં મેડિકલ સ્ટોર માલિકોએ પાળ્યો સજ્જડ બંધ

ઓનલાઇન દવાઓના વેચાણ ઈ-ફાર્મસીના વિરોધમાં આજે અમદાવાદ શહેરની 5000થી વધુ અને રાજ્યની 35 હજારથી વધુ દવાની દુકાનોએ આજે બંધ પાળતાં લોકોને દવાની જરૂરિયાત માટે દૂરના મેડિકલ સ્ટોર સુધી જવું પડ્યું હતું. જોકે આ બંધ સમયે પ્રજાને તકલીફ ન પડે તે માટે એસોસિયેશને અમદાવાદના 12 વિસ્તારમાં દુકાન ખુલ્લી રાખવા નિર્ણય લીધો છે તેમજ દરેક જિલ્લામાં પણ […]

Top Stories Gujarat Others
ઈ-ફાર્મસીના વિરોધમાં મેડિકલ સ્ટોર માલિકોએ પાળ્યો સજ્જડ બંધ

ઓનલાઇન દવાઓના વેચાણ ઈ-ફાર્મસીના વિરોધમાં આજે અમદાવાદ શહેરની 5000થી વધુ અને રાજ્યની 35 હજારથી વધુ દવાની દુકાનોએ આજે બંધ પાળતાં લોકોને દવાની જરૂરિયાત માટે દૂરના મેડિકલ સ્ટોર સુધી જવું પડ્યું હતું.

જોકે આ બંધ સમયે પ્રજાને તકલીફ ન પડે તે માટે એસોસિયેશને અમદાવાદના 12 વિસ્તારમાં દુકાન ખુલ્લી રાખવા નિર્ણય લીધો છે તેમજ દરેક જિલ્લામાં પણ કેટલીક દુકાનો ખુલ્લી રહેશે, પરંતુ તે છતાં લોકો હાલાકીમાં મુકાયા હતા.

722382 chemist protesting 082518 e1538123417870 ઈ-ફાર્મસીના વિરોધમાં મેડિકલ સ્ટોર માલિકોએ પાળ્યો સજ્જડ બંધ

કેન્દ્ર સરકારે દવાનું ઓનલાઇન વેચાણ ઈ-ફાર્મસીના વેચાણને પ્રોત્સાહન આપવા ગત મહિને નોટિફિકેશન બહાર પાડ્યું હતું, તેના વિરોધમાં ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશને વિરોધ જાહેર કર્યો છે.

અેસોસિયેશનની ગુજરાત બ્રાન્ચના પ્રેસિડેન્ટ અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે સરકારે જાહેર કરેલા નોટિફિકેશનમાં અનેક વિસંગતતાઓ છે. ઓનલાઇન દવાનું વેચાણ કરતી કંપનીની કોઈ જવાબદારી નક્કી કરવામાં આવી નથી. ઈ-ફાર્મસી બંધ થવી જોઈએ.

ગુજરાતમાં વર્ષે પાંચથી છ હજાર કરોડનું ટર્નઓવર રહે છે. આ ગણતરી મુજબ એક દિવસ મેડિકલ સ્ટોર્સ બંધ રહે તો 350 કરોડનું નુકસાન ગણાવી શકાય.