Not Set/ માનસિક અસ્વસ્થ સગર્ભા મહિલા ગામના બસસ્ટેન્ડ પર રઝળતી જોવા મળી…અભ્યમે આપ્યું નવજીવન

પાલનપુર, રાજ્યમાં મહિલાઓ માટે ચાલી રહેલી હેલ્પ લાઇન અભ્યમને ઘણીવાર એવા કોલ મળતા હોય છે જે હ્રદયસ્પર્શી હોય છે.તાજેતરમાં પાલનપુર તાલુકાના કુશકલ ગામે આવેલ પિકઅપ બસસ્ટેન્ડમાં છેલ્લા ત્રણ દિવસથી એક અજાણી અસ્થિર મગજ ધરાવતી અને ગભરાયેલી હાલતમાં મહિલા બેઠેલી જોવા મળી હતી.અસ્થવસ્થ હાલતમાં દેખાઇ રહેલી આ મહિલાની હાલત એટલી ખરાબ હતી કે તે માંડ વાત […]

Gujarat Others
yyyh 7 માનસિક અસ્વસ્થ સગર્ભા મહિલા ગામના બસસ્ટેન્ડ પર રઝળતી જોવા મળી...અભ્યમે આપ્યું નવજીવન

પાલનપુર,

રાજ્યમાં મહિલાઓ માટે ચાલી રહેલી હેલ્પ લાઇન અભ્યમને ઘણીવાર એવા કોલ મળતા હોય છે જે હ્રદયસ્પર્શી હોય છે.તાજેતરમાં પાલનપુર તાલુકાના કુશકલ ગામે આવેલ પિકઅપ બસસ્ટેન્ડમાં છેલ્લા ત્રણ દિવસથી એક અજાણી અસ્થિર મગજ ધરાવતી અને ગભરાયેલી હાલતમાં મહિલા બેઠેલી જોવા મળી હતી.અસ્થવસ્થ હાલતમાં દેખાઇ રહેલી આ મહિલાની હાલત એટલી ખરાબ હતી કે તે માંડ વાત કરી શકતી.

મહિલાની આવી હાલત જોઇને ગામના કોઈ જાગૃત શખ્સે માનવતા દાખવીને 181 મહિલા હેલ્પ લાઇન અભ્યમને ફોન કર્યો હતો.આ કોલ મળતા જ બનાસકાંઠા મહિલા હેલ્પ અભ્યમ  કાઉન્સલર સરોજબેન તૂરી,મહિલા પોલીસ કોન્સ્ટેબલ સરોજબેન ચૌહાણ  તેમજ પાયલોટ ભાવેશભાઈ દેસાઈ અભ્યમ વાન સાથે કુશકલ ગામે પહોંચી અજાણી મહિલાને વિશ્વાસ દિલાવી પાણી પીવડાવ્યું હતું.

એ પછી મહિલાનું નામ ઠામ પૂછતાં તેનું નામ અંજલિ  ગણેશરાવ તાતે જણાવ્યું હતું અને તે  બિહારની રહેવાસી હતી.અંજલી માનસિક રીતે અસ્વસ્થ હતી અને તે પ્રેગનન્ટ પણ હતી.

ગર્ભવતી અંજલીને અભ્યમની ટીમે સાંત્વના આપી એટલું જ નહીં પણ તેને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

અંજલીને અભ્યમ વાનમાં બેસાડી પાલનપુર ખાતે લવાઈ હતી અને શહેરમાં આવેલી સખી વન સ્ટોફ નામની સંસ્થામાં સલામત જગ્યાએ મુકવામાં આવી હતી હતી.

બનાસકાંઠા જિલ્લા 181 મહિલા હેલ્પ અભ્યમ ટિમ દ્વારા કરવામાં આવેલ સરાહનીય કરેલ કામગીરીને લઈને એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

જો કે આ અજાણી મહિલાને કોણે સગર્ભા બનાવી હશે અને આટલા સુધી કોણ મૂકી ગયું હશે તથા બિહારથી અહીં સુધી કેવી રીતે આવી  એ પણ સવાલો ઉભા થવા પામ્યા છે.