Not Set/ ગુજરાતમાં દૂધની આવકમાં ધરખમ ઘટાડો નોંધવામાં આવ્યો, શુું ભાવ ફરી વધશે?

ગુજરાતનાં પશુ પાલકો અને ખેડૂતોને જાણે કોઇની નજર લાગી ગઇ હોય તેમ, એક પછી એક માઠા સમાચારનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ખેડૂતો પાકમાં થયેલ નુકસાનીથી પરેશાન છે. તો બીજી તરફ પશુપાલકો પણ કુદરતે વહેરેલી તારાજીથી પરેશાન છે. પશુપાલકો માટે તો પડતામાં પાટું જેવા સમાચાર સામે આવી રહ્યા છે. જો કે, આ સમાચાર […]

Top Stories Gujarat Others
dhoodh ગુજરાતમાં દૂધની આવકમાં ધરખમ ઘટાડો નોંધવામાં આવ્યો, શુું ભાવ ફરી વધશે?

ગુજરાતનાં પશુ પાલકો અને ખેડૂતોને જાણે કોઇની નજર લાગી ગઇ હોય તેમ, એક પછી એક માઠા સમાચારનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ખેડૂતો પાકમાં થયેલ નુકસાનીથી પરેશાન છે. તો બીજી તરફ પશુપાલકો પણ કુદરતે વહેરેલી તારાજીથી પરેશાન છે. પશુપાલકો માટે તો પડતામાં પાટું જેવા સમાચાર સામે આવી રહ્યા છે. જો કે, આ સમાચાર ગુજરાતનાં તમામ લોકોને પણ નુકસાન કરતા છે.

ગુજરાતમાં દૂધની આવકમાં ધરખમ ઘટાડો નોંધવામાં આવ્યો છે. ગુજરાત કો-ઓપ.મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પત્રમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે, ગત વર્ષની સરખામણીએ આ ચાલું વર્ષમાં 11.42% દૂધની આવકમાં ઘટાડો જોવામાં આવી રહ્યો છે. ગયા વર્ષે 2 કરોડ 11 લાખ.લીટર દૂધની આવક હતી, જ્યારે આ વર્ષે દૂધની આવક 1 કરોડ 87 લાખ લીટર જ નોંધવામાં આવી છે. 24 લાખ લીટર દૂધનની આવકમાં ઘટાડો નોંધાયો છે. આ ધટાડાને પગલે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ચિંતા વ્યક્ત કરાઈ રહી છે.

પશુપાલકોની હાલની હાલત જોતા અને પલકોનાં માલ(ઢોર)ની ચિંતા કરતા પશુપાલકો માટે સ્પે.પેકેજ જાહેર કરવામાં આવે તેવી પશુપાલકો દ્વારા સરકારને સહાયની માંગ કરાઈ રહી છે.  તો સાથે સાથે દુધની આવકમાં ઘટાડો નોંધવામાં આવતા સામાન્ય લોકોને પણ ફરી ભાવ વધારો આવશે તેવી ચિંતા થઇ રહી હોવાનું સામે આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.