ક્રાઈમ/ સુરતમાં પાંચ હાજરની સોપારી આપી યુવક પર કરાયો એસિડ એટેક, કારણ જાણીને તમે પણ રહી જશો દંગ

અદાવત રાખી સામે વાળાની પાંચ હજારમાં સોપારી આપી એસિડ હુમલો કરાયો હતો.જેમાં બે લોકો દાજયા હતા.જેમાં એકને આંખના ભાગે ગંભીરરીતે દાજી ગયા હતા.

Gujarat Surat
Mantavyanews 7 1 સુરતમાં પાંચ હાજરની સોપારી આપી યુવક પર કરાયો એસિડ એટેક, કારણ જાણીને તમે પણ રહી જશો દંગ

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના પાંડેસરામાં મકાન ખાલી કરવા બાબતે બે લોકોને ઝગડો થયો હતો.જેની અદાવત રાખી સામે વાળાની પાંચ હજારમાં સોપારી આપી એસિડ હુમલો કરાયો હતો.જેમાં બે લોકો દાજયા હતા.જેમાં એકને આંખના ભાગે ગંભીરરીતે દાજી ગયા હતા.તો એક છાતીના ભાગે દાજી જતા બંનેને હોસ્પિટલમાં ખસેડાયા હતા

સુરતમાં અવાર નવાર હિંસક હુમલાની ઘટના બનતી હોય છે ત્યારે ફરી એક વખત પાંડેસરામાં એસિડ એટેકની ઘટના બની હતી.મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાનો વતની અને પાંડેસરા સિધ્ધાર્થ નગરમાં રહેતાં કેદાર ઠંડાસી ગૌડા રવિવારે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં પાંડેસરાની શ્રીનાથજી પ્રિન્ટસ મિલમાંથી નોકરીથી છૂટીને બે મિત્રો ગોવિંદ ગૌડા અને પ્રકાશચંદ્ર ગૌડા સાથે ઘર તરફ આવી રહ્યા હતા. તે દરમ્યાન ગુરૂકૃપા ઇન્ડસ્ટ્રીઝ સામે આવેલી ઝાડી પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ત્યાં બેસેલાં અજાણ્યા યુવાને અચાનક એક ડબ્બામાં રહેલું પ્રવાહી તેમની તરફ ફેંકતાં કેદારની બંને આંખો, ચહેરા,છાતી અને હાથ ઉપર ગંભીર રીતે દાઝી ગયા હતા. પાછળ જ આવી રહેલાં પ્રકાશચંદ્ર ઉપર પણ છાતી, હાથ અને પેટ ઉપર ઉડતાં તેઓ પણ દાઝી ગયા હતા.એસિડ એટેકની ઘટનાને પગલે પાંડેસરા પોલીસ તથા આધેડના જમાઇ ક્રિષ્ણા ગૌડા ત્યાં દોડી આવ્યા હતા.

આ સમગ્ર ઘટના પહેલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમ બને મિત્રો રોડ પરથી પસાર થતા નજરે પડે છે.ઘટનામાં દાઝી ગયેલાં બંનેને એમ્બ્યુલન્સ મારફતે  સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આધેડની બંને આંખો પર એસિડ પડતા આંખોને ગંભીર રીતે નુક્શાન પહોંચ્યું હતું.

જો કે આ સમગ્ર ઘટનામાં એસિડ ફેંકનાર  રવિ ગૌડા પણ દાઝી જતાં તેને પણ હોસ્પિટલ ખસેડાયો હતો.તેની પૂછપરછ કરતા  તેને પાંચ હજાર રૂપિયામાં પન્ના ગૌડાએ સોપારી આપી હોવાનું જણાવ્યું હતું. પન્ના ગૌડા અને ઘાયલ કેદાર આઠ મહિના પહેલાં સાથે જ ચાલીમાં રૂમ પાર્ટનર તરીકે રહેતા હતા.તે વખતે ઝઘડો કરીને પન્નાએ કેદારને હાંકી કાઢતાં કેદારે અપશબ્દો કહ્યા હતા. તેની અદાવત રાખી ભાડુતી માણસ પાસે એસિડ એટેક કરાવી પન્ના ભાગી છૂટ્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:પરિણીતાના શંકાસ્પદ મોતને લઇ બિચકયો મામલો, પોલીસે વચ્ચે પડી કર્યું એવું કે…

આ પણ વાંચો:સુરત એરપોર્ટ પર લેન્ડ કરતા સમયે પ્લેનના ટાયરની હવા નીકળી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

આ પણ વાંચો:જૂની પેંશન યોજનાની માગ સાથે શિક્ષકો વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો:વીજતાર તૂટી પડતાં ઘટી મોટી દુર્ઘટના, પુત્રીને બચાવવા જતા પિતાનું મોત