Not Set/ ગુજરાત/ મહંમદ પયગંબર સાહેબ ના જન્મદિવસ ઇદેમિલાદુન્નબીની દબદબાભેર ઉજવણી

સમગ્ર વિશ્વ માં આજે મહંમદ પયગંબર સાહેબ ના જન્મદિવસ એટલે ઈદ એ મિલાદ ની ઉજવણી કરવામાં આવી રહી છે,તો ભરૂચ માં પણ મોટી જન મેદની રોડ પર ઉમટી પડી હતી અને જુલૂસ કાઢી ને શાંતિ નો સંદેશો આપ્યો હતો,અને સાથે સાથે દેશ ની પ્રગતિ થાય એવી દુવાઓ પણ કરવામાં આવી હતી.  સાથે સાથે  ગઈકાલે અયોધ્યા […]

Gujarat Others Navratri 2022
maxresdefault 1 ગુજરાત/ મહંમદ પયગંબર સાહેબ ના જન્મદિવસ ઇદેમિલાદુન્નબીની દબદબાભેર ઉજવણી

સમગ્ર વિશ્વ માં આજે મહંમદ પયગંબર સાહેબ ના જન્મદિવસ એટલે ઈદ એ મિલાદ ની ઉજવણી કરવામાં આવી રહી છે,તો ભરૂચ માં પણ મોટી જન મેદની રોડ પર ઉમટી પડી હતી અને જુલૂસ કાઢી ને શાંતિ નો સંદેશો આપ્યો હતો,અને સાથે સાથે દેશ ની પ્રગતિ થાય એવી દુવાઓ પણ કરવામાં આવી હતી.  સાથે સાથે  ગઈકાલે અયોધ્યા ચુકાદાને પણ મુસ્લિમ બિરાદરોએ આવકાર્યો હતો અને કહ્યું હતું કે પયગંબર સાહેબ સમગ્ર વિશ્વમાં શાંતિ નો સંદેશ લઈને આવ્યા હતા જેનું અમે અનુસરણ કરી ને વતન માં શાંતિ જળવાઈ રહે એવા કર્યો કરીશું એમ મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું હતું

ભરૂચ :

ભરૂચના પાલેજ નગરમાં ઇદેમિલાદુન્નબી પર્વ પ્રસંગે મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઝુલુસ યોજાયુ. જેમાં મક્કા મસ્જિદ પાસેથી મુસ્લિમ બિરાદરો ઝુલુસે મુહમ્મદીયહ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.

ઝુલુસ દરમિયાન અકિદતમંદોનો એક માનવસાગર લહેરાયો હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. દિલદાર કી આમદ મરહબાના, નારાઓથી સમગ્ર નગરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ઝુલુસમાં નાના ભૂલકાઓ તથા યુવાનોના હાથમાં ઇદે મિલાદના ફ્લેગોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો ઝુલુસમમાં જોડાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ઝુલુસ સંપન્ન થયું હતું.

ભરૂચમાં ઈદ એ મિલાદ ની ઉજવણી કરવામાં આવી રહી ત્યારે વધુ એક વાર પોલીસ દ્વારા કોમી એકતા બાબતે સારું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું,ભરૂચ બી ડિવિઝન પોલીસ દ્વારા ઈદ ના પ્રસંગે મુસ્લિમ બિરાદરો ને નીયાઝ ખવડાવી પોલીસ કર્મીઓ એ એક કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું,ઉલ્લેખનીય છે કે ગઈ કાલે પણ પોલીસ ની સારું કામગીરી ના ભાગરૂપે અયોધ્યા ચુકાદા પ્રસંગે સમગ્ર પંથક માં શાંતિ નો માહોલ છવાયો હતો

ઝુલુસમાં નાના ભૂલકાઓ તથા યુવાનોના હાથમાં ઇદે મિલાદના ફ્લેગોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. શિસ્તબદ્ધ અને સંયમ સાથે હૈયે હૈયુ ભીડાય એવી જનમેદની ઝુલુસમાં જોવા મળી હતી. ઝુલુસમાં જોડાયેલા અકિદતમંદોએ ચિશ્તિયા નગર સ્થિત હજરત સૈયદ મોટામિયા બાવા સાહેબની દરગાહ પર પહોંચી મુએ મુબારકની જિયારત કરી ધન્યતા અનુભવી હતી.

કોઇ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી. પી. રજ્યાએ નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો હતો. ખુબ જ શાંતિપૂર્ણ માહોલમાં ઝુલુસ સંપન્ન થયું હતું. પાલેજ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા ઇદે મિલાદ પર્વની શાનદાર ઉજવણી થઇ હોવાના અહેવાલ સાંપડ્યા હતા…

કચ્છ :

આજે મુસ્લિમ બિરાદરોનો તહેવાર ઈદ એ મિલાદ છે, ત્યારે કચ્છના ભૂજમાં પરંપરાગત જુલુસ કાઢવામાં આવ્યું હતું. આઝાદ ચોકથી રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી અને પોલીસવડાએ જુલુસની શરૂઆત કરાવી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.અને સુરક્ષાના ભાગ રૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

દ્વારકા :

દેવભૂમિ દ્વારકાના મુખ્ય મંથક જામખંભાળિયામાં કોમી એકતાના દર્શન થયા હતા. જામખંભાળિયા ખાતે ઈદ એ મિલાદની ઉજવણી કરવામાં આવી. જેના ભાગરૂપે મુસ્લિમ બિરાદરોએ જુલુસ કાઢ્યું હતું. જેનું જોધપુર નાકા વિસ્તારમાં હિન્દૂ સમાજના અગ્રણીઓએ સ્વાગત કર્યું હતું. જેમાં કોમી એકતાનું પ્રતીક જોવા મળ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.