Not Set/ ભારતમાલા હાઈવેનો ખેડૂતોએ કર્યો વિરોધ, સુરતથી અહમદનગર સુધી બનાવાશે હાઇવે

  સુરતમાં સુડા મામલે સરકાર સામે ખેડૂતોએ મોરચો માંડયો છે. હવે ભારતમાલા હાઇવેને લઇ નવસારી જિલ્લાના ખેડૂતોમાં વિરોધના સૂર ઉભા થયા છે. નવસારી જિલ્લામાંથી એકસપ્રેસવે,બુલેટ ટ્રેન બાદ હવે સુરતથી અહમદનગર વચ્ચે શરૂ થયેલ ભારતમાલા હાઈવેના પ્રોજેકટને લઈ ખેડૂતોનો વિરોધ શરૂ થયો છે. ત્યારે નવસારી જિલ્લામાં આ હાઈવેને લઈ એક એજન્સી દ્વારા સર્વે પણ હાથ ધરવામાં […]

Top Stories Gujarat Others
mantavya 287 ભારતમાલા હાઈવેનો ખેડૂતોએ કર્યો વિરોધ, સુરતથી અહમદનગર સુધી બનાવાશે હાઇવે

 

સુરતમાં સુડા મામલે સરકાર સામે ખેડૂતોએ મોરચો માંડયો છે. હવે ભારતમાલા હાઇવેને લઇ નવસારી જિલ્લાના ખેડૂતોમાં વિરોધના સૂર ઉભા થયા છે.

નવસારી જિલ્લામાંથી એકસપ્રેસવે,બુલેટ ટ્રેન બાદ હવે સુરતથી અહમદનગર વચ્ચે શરૂ થયેલ ભારતમાલા હાઈવેના પ્રોજેકટને લઈ ખેડૂતોનો વિરોધ શરૂ થયો છે. ત્યારે નવસારી જિલ્લામાં આ હાઈવેને લઈ એક એજન્સી દ્વારા સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે.

જે સર્વે દરમિયાન અનેક જગ્યાએ ખેડુતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે નવસારી ખાતે નવસારી અને જલાલપોરના ખેડુતો તો વાંસદા ખાતે ચીખલી અને વાંસદાના ખેડૂતો એકત્ર થઈ રેલી યોજી હતી.

સુરત: જમીન મામલે ખેડૂતો ફરી ઉતર્યા મેદાને,જાન દેગે જમીન નહીં ના લગાવ્યા નારા

જેમાં નવસારી ખાતે ખેડૂતો સુખડનો હાર પહેરી રેલીમાં જોડાયા હતા અને જિલ્લા કલેકટરને આવેદનપત્રની સાથે સુખડનો હાર પણ આપ્યો હતો. તો વાંસદા ખાતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા વિવિધ પ્રકારના પ્રોજેક્ટો લાવી ખેડૂતોને જીવતા જી મારી નાખ્યા છે. એવા આક્ષેપ સાથે ખેડૂતોએ રૈલીમાં સુખડનો હાર પહેરી અને કલેકટર મારફત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુખડનો હાર મોકલ્યો હતો.